સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો: લોક ગાયક નિલેશ પંડયાનું દબદબાભેર અભિવાદન
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યીક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા આપણા ગુજરાતમાં લોકગીતોનો અખૂટ ભંડાર છે. જેનાથી નવી યુવા પેઢી માહિતગાર થાય તે માટે લોકગાયક નિલેશ પંડયા સંકલીત ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તકના રસ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અંદાજે ૧૨૫થી વધુ લોકસાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમમાં લોકગાયક નિલેશ પંડયા, કવિ લેખીક, ગાયક ડો. મનોજ જોષી, મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ લોકગીતોની ઉપયોગીતા મહત્વ જાળવણી વગેરે બાબતે વિસ્તૃત છણાવટ કરી હતી અને લોકગીતોનું ગાન કરીને ભાવુકોના દિલ જીતી લીધા હતા. અને પોતાની લોક સાહિત્ય યાત્રાની વાત કરી હતી.
સાહિત્ય સેતુના સંયોજક મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, તરલાબેન મહેતાએ લોક ગાયક નિલેશ પંડયાનું પુષ્પગુચ્છ આપી, ખેસ પહેરાવી પુસ્તક, ચાંદીનો સિકકો અને વિવેકાનંદજીનો ફોટો આપી શાલ ઓઢાડીને લાગણીસભર અભિવાદન કરેલ.
મુકેશ દોશીએ સૌનુ સ્વાગત, પ્રકાશ હાથીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમ દોશીએ કરેલ સમગ્ર આયોજનની સફલતા માટે અનુપમ દોશી, હસુભાઈ શાહ, પરિમલભાઈ જોષી, દિનેશભાઈ ગોવાણી નવીન તન્ના, હસુભાઈ રાચ્છ, રમેશ શીશશાંગીયા કાર્યરત રહેલ.