સારેગામા ટીવી શોમાં સૌથી વધુ એવોર્ડ મેળવીને ‘ભજન પ્રવાહ’ આલ્બમથી વિશ્ર્વભરમાં છવાય ગયા વિશ્ર્વના 25થી વધુ દેશોમાં સ્ટેજ શો કરીને સંગીત ચાહકોના દિલમાં વસી ગયા
અબતક,રાજકોટ
બોલીવુડમાં લંડન ડ્રીમ્સના નજશ્ન હે જીત કાથ ગીતથી યુવા વર્ગમાં જાણિતા ગાયક કલાકાર અભિજીત ઘોસાલ ખૂબજ જાણિતા થયા હતા. સરધાર ખાતે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનમાં આજે સાંજે તેમનો કાર્યક્રમ હોવાથી રાજકોટની મૂલાકાતમાં અબતક દૈનિકનાં આંગણે પધારીને સંગીત-વિવિધરાગો સાથે મૂકત મને ચર્ચા કરી હતી.
સારેગામા ટીવી શોમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર અભિજીત ઘોસાલે નઆજ મારે ઓરડે રેથ ભજનને યુ ટયુબમાં બેકરોડથી વધુ લાઈક મળી છે. સ્વામિનારાયણ ભજન ખૂબજ જાણીતું થયું છે.
અભિજીતે અનુપ જલોટા, લુઈસ બેંકસ, જગજીત, કવિતા ક્રિશ્ર્નામૂર્તિ, સાધના સરગમ, શાન, જેવા વિવિધ કલાકારો સાથે સંગીતના સ્ટેજ શોમાં ભાગ લીધો હતો. તેઓએ અમેરિકન એકેડમી ઓફ યોગા અને મેડીટેશન સાથે પણ કામ કર્યું છે. તેઓએ ગાયેલી નવરાત્રની સ્વામિનારાયણ ધૂન વિશ્ર્વભરમાં પ્રસિધ્ધ થઈ ગઈ છે.
અબતક સાથે મૂલાકાતમાં મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા અભિજીતે વાતચીત કરતા જણાવ્યું કે પંચતત્વ પર ગીત બનાવ્યા છે. ખાસ કરી નઆજ મેરે ઓરડે વિનાશી અલબેલા સફળ થયું છે.થ તેમજ ગુરૂનીમ હિમાનો અપંરમપાર માન્યો છે.તેમણે ગુરૂ પર નસ્વામી શરણ મનવા ગુરૂશરણ આવો તેમણે વિશેષમાં પણ કહ્યું કે નસંગીત કલા અને લલીતકલા ગુરૂ વગર અધુરી છેથ તદઉપરાંત સંગીતની ઉંડાણ ભરી મૂકત મને ચર્ચા કરતા શિવજીની આરાધના શિવસ્ત્રોતની ગાયકની વાત કરતા તેના અનાવરોહ સાથે ભકિતની લયની વાતો પર પ્રકાશ પાડયો હતો. અભિજીત એ મુલતાહ પ્રયાગરાજથી છે અલ્હાબાદ બંગાળી છે. અલ્હાબાદી હિન્દી બોલે છે. તેમણે 16 ભાષામા ગીતો ગાયેલા છે. તેમણે વધારે પડતા ભજન ગુજરાતીમાં ગાયા છે.
નઅબતકથસાથેની વાતચીત પર ગુજરાતી ગીતો ગુનગુનાવ્યા હતા જેમાં નપંખી કલશોર કર્યોથ, નમારે ઓરડે પધારોથ ગીતો ગાયને રજૂ કર્યા હતા. બોલીવુડની સંગીતયાત્રા બાદ છેલ્લા ચાર વર્ષથી અભિજીત ઘોષાલ સુફી સંગીત, ભજન સંગીત જેવા વિવિધ અર્ચના-આરાધનના ગીતો સતત રીયાઝ કરી રહ્યા છે. સ્વામીનારાયણની ધૂન 9 રાગમાં ગાઈને ખૂબજ જાણીતા થયા છે. નવા વર્ષનાં પ્રારંભ ભજન પ્રવાહ આલ્બમ આવી રહ્યો છે. તેઓ દાદુધપલ, કબીર, હનુમાનજી, શીરડી સાંઈબાબા, ગંગામૈયાના શ્રેષ્ઠ ભજન ગાયા છે.તેમજ તેમણે સંસ્કૃત પર ભાર મૂકીને કહ્યું હતુ કે અત્યારે સંસ્કૃતમાં ભજન ગાયેલા છે.
ગયા સપ્તાહમાં નકેસરી નંદ સંકટ મોચનપ રિલિઝ થયું છે. તેઓનું હર ગંગે…. અમૃતે ગંગાપાન ભારતના બધા રાજયમાં લોક પ્રિય થયું છે.
ઈશ્ર્વરની આરાધના મા ભજન વિષે મહત્વ જણાવતા કહ્યું બધા ભજન સામાન્ય જનતા માટે છે.બધા ભજન ગરીમા પૂર્ણ અર્થ સભર છે. સાઈ ભકત માટે નગલી ગલીમાં સાંઈ બાબા ધૂમેથ ખૂબજ લોકપ્રિય બન્યું છે.
મુલાકાતના અંતે તેમણે નપાયોજી મેને રામ રતનધન પાયોથ રજૂ કરીને ગૂરૂ કૃપા વગર કશુ શકય નથી તે વાતને સમર્થન આપતા આજના યુવા પેઢી માટે કલા ક્ષેત્ર આગળ વધવા રિયાઝ પર ભાર મૂકવા સંદેશો પાઠવ્યો હતો.
અભિજીત ઘોસાલને ગમ્યુ આ ગીત
લગભગ બધા જ કલાકારોને હિન્દી ફિલ્મના જાૂના ગીતો પૈકી એક ગીત તેના દિલમા વસી ગયું હોય છે. અભિજીતને પણ જયારેઆ સવાલ કર્યો ત્યારે નકીસી કી મુશ્કુરાહટોપે હો નિસાર… જીના ઉસીકા નામ ગીત ગાયને તેના શબ્દો -જીવનની ફિલ સુફીની વાત કરીકે ભજન કે ઈશ્ર્વરની આરાધના સાથે જોડાયેલી પ્રાર્થના કે ગીતો જ ખરા હૃદયની પ્રાર્થના છે.
સરધાર ખાતે આજે રાત્રે પાર્શ્ર્વગાયક અભિજીત ઘોષાલ ભકિત સંગીતની ધૂન મચાવશે
સરધાર ખાતે સ્વામીનારાયણ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંગીત ક્ષેત્ર ચુનંદા વાધ્યવૃંદાના સથવારે પ્રસિધ્ધ પાર્શ્ર્વ ગાયક અભિજીત ઘોષાલ ભકિત સંગીતની ધૂન મચાવશે અને તેમની ટીમ રવિચાર-સિતાર, દિલશાહ ખાન- સારંગી, ઋષી પંડયા સિંગર વગેરે સહિતના મહાન કલાકાર તેમજ રવિ વ્યાસની સમગ્ર ટીમ કામગીરી સંભાળશે.