અબતક,રાજકોટ
બોલીવુડના જાણીતા કલાકાર યુસુફ હુસૈનનુ આજે ૭૩ વર્ષની વયે નિધન થયું છે.યુસુફ હુસૈને એકથીએક ચડિયાતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ. યુસુફ હુસૈનના નિધનની જાણ આજે ડાયરેકટર હંસલ મહેતાએ પોતાના સોશ્યલ મિડિયા દ્વારા કરી હતી.
ફિલ્મ અભિનેતા યુસુફ હુસૈને આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશ્યલ મિડિયામાં તેમના સસરા માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી શોક વ્યકત કર્યો હતો. જોકે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
યુસુફ હુસૈનની દિકરી સફિયા હુસૈનના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે. યુસુફ હુસૈને વર્ષ ૨૦૦૨માં બોલિવુડમાં ફિલ્મ ‘અબ કે બરસ’થી ટીવીમાં સફળ કારકિર્દી બનાવી હતી. આ પછી તેણે ‘રોડ ટુ સંગમ’, ‘ક્રેઝ કુકકડ ફેમિલી’, ‘બ્લુ ઓર્ગન્સ’, ‘ખોયા ખોયા ચાંદ’, ‘ધૂમ-૨’, ‘હ માય ગોડ’, ‘ક્રિશ-૩’, ‘વિવાહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમણે મુલ્લા નસરૂદિન, કુમકુમ; એક પ્યારા સા બંધન, શશ… કોઈ હૈ, સીઆઈડી, તુમબિન જાઉ કહાં વગેરે જેવા લોકપ્રિય ટીવી શોમાં અભિનય કર્યો હતો. યુસુફ હુસૈનના નિધનથી બોલીવુડને વધુ એક ઝટકો લાગ્યો છે.