અબતક સોશિયલ મિડીયાના ફેસબૂક પેઈજ પર કાર્યક્રમ લાઈવ પ્રસારીત થશે: ગુજરાતી રંગભૂમિના 

સુપ્રસિધ્ધ અભિનેતા લેખક-દિગ્દર્શક તથા થિયેટરના દરેક ક્ષેત્રની નામાંકિત વ્યકિતને લાઈવ જોવાની તક 

હાલ કોરોના મહામારીના પગલે રંગમંચ-સિનેમા બંધ હાલતમાં છે.ત્યારે લોકોના મનોરંજન માટે દેશના તમામ કલાકારો લાઈવ પ્લેટફોર્મ ઉપર આવીને લોકોને મનોરંજન કરાવી રહ્યા છે. કોકોનટ થિયેટર મુંબઈ દ્વારા ગત તા.12મીથી ‘ચાય-વાય અને રંગમંચ’ કાર્યક્રમ તળે ફેસબુક યુટયુબ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી ખ્યાતનામ કલાકારો ગુજરાતી તખ્તાને સંગ વિવિધ વાતો સાથે લોકોને મનોરંજન સાથે જ્ઞાનસભર વાતો સાથે રંગભૂમિને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે ખ્યાતનામ નાટય કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયાએ ગુજરાતી રંગમંચની ગઈકાલ આજ અને આવતી કાલની વિવિધ વાતો કરી હતી. જેને અબતક ચેનલનાં સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર એક હજારથી વધુ લોકોએ નિહાળ્યું હતુ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર પણ કોકોનેટ થિયેટર આ કાર્યક્રમ લાઈવ કરતાં હોવાથી ભારત સિવાય વિશ્ર્વના અન્ય દેશોમાં પણ રસ ધરાયતા દર્શકો લાઈવ કાર્યક્રમ નિહાળી રહ્યા છે.

આજે જાણીતી અભિનેત્રી રોહિણી હટંગડી લાઈવ આવશે કોકોનટ થિયેટર દ્વારા આ અગાઉ બે સિઝનમાં આવા કાર્યક્રમો કરી ચૂકયા છે. આ સીઝન-3માં ગુજરાતી રંગભૂમિના સુપ્રસિધ્ધ અભિનેતા -લેખક-દિગ્દર્શક તથા થિયેટર ક્ષેત્રની નામાંકિત વ્યકિતને ફેસબુક-યુટયુબ જેવા સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ ઉપર રજૂ કરીને કાર્યક્રમ કરી રહ્યા છે.આગામી દિવસોમાં ફિરોઝભગત, સંજય ગોરડીયા, અરવિંદ વૈદ્ય, પ્રતિકગાંધી, દિપક ઘી વાલા, મલ્હાર ઠાકર, કાઝલ ઓઝા વૈદ્ય જેવા વિવિધ કલાકારો ભાગ લેવાના છે.આ કાર્યક્રમમાં 24મી સુધી ચાલવાનો છે દરરોજ સાંજે 6 વાગે કોકોનટ થિયેટરના ફેસબુક પેઈજ ઉપર અને અબતક ચેનલનાં ફેસબુક પેઈજ પર લાઈવ જોવા મળશે.સિઝન-2 ‘ચાય-વાય એન્ડ રંગમચ’ની ભવ્ય સફળતા બાદ ગત તા.12મીથી આ સિઝન 3નો લાઈવ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાય રહ્યો છે.જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.