ટેલિવિઝિનના સૌથી પોપ્યુલર અભિનેતા રામ કપૂરના પિતા અનિલ કપૂરનું 12 એપ્રિલએ નિધન થયું. અનિલ કપૂર એક સાહસિક ઉદ્યોગપતિ હતા. રામ કપૂરે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં અમૂલની જાહેરાતવાળી એક નાનકડી છોકરી અનિલ કપૂરની સાથે બેઠી છે અને કહે છે, “તમે હંમેશા અમારા પરિવારનો હિસ્સો બનીને રેહશો.” આ પોસ્ટ શેર કરતાં રામ કપૂરે લખ્યું કે, “અમૂલે મારા પિતાને જે શ્રદ્ધાંજલિ આપી છે તેની સામે મારી પાસે શબ્દો નથી, હક્કીકતમાં તમે એક સાચા યોદ્ધા હતા, હું તમને ખૂબ યાદ કરું છું.”
View this post on Instagram
આ સાથે રામ કપૂરની પત્ની ગૌતમી કપૂરએ 14 મી એપ્રિલે પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમે સૌથી મજબૂત વ્યક્તિ હતા, ભગવાન તમારા આત્માને શાંતી આપે, Love You.”
અમુલ ધ ટેસ્ટ ઇન્ડિયામાં બધા તેને ‘બિલી’ના હુલામણા નામથી જાણતા હતા. તેઓ FCB ULKAની જાહેરાત એજન્સીના CEO હતા. તમને જણાવી દઈએ કે અમૂલ આ જાહેરાત એજન્સીના ક્લાયન્ટ હતા. અનિલ કપૂરે અમૂલની સૌથી પ્રિય અને આજે પણ ચાલતી ટેગ લાઇન ‘અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા’એ અનિલ કપૂરે આપી હતી.