સુવિખ્યાત કથાકાર આચાર્ય વિકાસ મેસી સાથે અબતક ‘ચાય પે ચર્ચા’ઈશ્ર્વરને આપણા ઘરના ખૂણામાં નહીં પરંતુ અંતરમાં સ્થાન આપવાની જરૂર: વિકાસ મેસી
આઈ.પી. મીશન હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ક્રુસ મહાબલીદાન કથાની આજે પૂર્ણાહુતિ છે ત્યારે આ કથામાં સેવા આપનાર સુવિખ્યાત કથાકાર આચાર્ય વિકાસ મેસી સાથે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ભૌતિક ચીજવસ્તુઓનો વિકાસ થતા પારિવારિક મૂલ્યો તથા પ્રેમ લાગણી ઘટયા છે.
વિકાસની દોડમાં પારિવારીક, આત્મિક અને પ્રેમના મૂલ્યો ઘટતા જાય છે!
‘અબતક ચાયે પે ચર્ચા’ની શ‚આતમાં આંતરરાષ્ટ્રીય કથાકાર આચાર્ય વિકાસ મેસીએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો વિકાસ તરફ દોડી રહ્યા છે ત્યારે ખરેખર વિકાસ થઈ રહ્યો છે કે કેમ ? તેનાથી તે તદન અજાણ છે. સાંસારીક ચીજવસ્તુઓનો જેટલો વિકાસ થઈ રહ્યો છે તેની સામે પારિવારિક મૂલ્યો, આત્મીક મૂલ્યો અને પ્રેમ અને લાગણી ઘટતા જાય છે. નિરાશાઓ વ્યાપી રહી છે. લોકો અશાંતિમાં જીવી રહ્યા છે ત્યારે આપણે સહુએ આ ગહન વિષય ઉપર જ‚રથી વિચારવુ જ પડશે.
ધર્મની વાત કરતા વિકાસ મેસીએ જણાવ્યું હતું કે અમુક ઉંમરે કે પછી નિવૃતિના સમય બાદ પ્રભુભકિત કરવી જોઈએ. આ ભકિતની ખોટી ઓળખ છે. નિવૃતિના સમયમાં ભકિત કરવી એ ભકિતનો ખોટો પ્રારંભ ગણાશે. ઈશ્ર્વરીય મૂલ્યોને યુવાનીમાં જ ગ્રહણ કરવા જોઈએ. બાઈબલમાં પણ ઉલ્લેખ છે કે જવાનીના દિવસોમાં જ ખરેખર પરમેશ્ર્વરને પૂજવા જોઈએ. ઈસુમસી ૧૨ વર્ષની ઉંમરથી જ પ્રભુ ભકિતમાં લીન હતા એટલે એવું વિચારવુ બિલકુલ યોગ્ય નથી કે વૃદ્ધાવસ્થા દરમિયાન જ પ્રભુ ભકિત તરફ પ્રયાણ કરવુ જોઈએ.
વિશ્ર્વાસ એક દૈવિક શબ્દ છે અને તે અનુભવથી પેદા થાય છે
ધર્મમાં કોઈ એક મુકામ ઉપર પહોંચવા ઘણી બધી કઠીનાઓ આવતી હોય છે પરંતુ મનુષ્યએ તેમાંથી નીડરપણે પસાર થવાનું હોય છે. સ્વામી વિવેકાનંદજીની વાત કરતા આચાર્ય વિકાસ મેસીએ જણાવ્યું હતું કે, મનુષ્ય જયારે સત્ય પર ચાલશે કે સત્ય બોલશે ત્યારે શ‚આતમાં લોકો તેનો મજાક ઉડાવશે. તેમ છતાં પણ તે સત્યની રાહ પર ચાલતો રહેશે ત્યારે લોકો તેનો વિરોધ કરશે અને એ વિરોધ બાદ પણ જો મનુષ્ય સત્યનો રસ્તો છોડશે નહીં ત્યારે લોકો તેની વાત માનવા લાગશે એટલે મનુષ્યએ સત્યતા પર હંમેશા અડિગ રહેવું જોઈએ.
વધુમાં મેસીજીએ વિશ્ર્વાસ અને શ્રદ્ધાના તફાવતની ચર્ચા કરતા જણાવ્યું હતું કે વિશ્ર્વાસ એક દૈવિક શબ્દ છે અને તે માત્ર અનુભવથી જ પેદા થાય છે. વિશ્ર્વાસનું સર્વોતમ ઉદાહરણ આપણા માતા-પિતા છે. જયારે શ્રદ્ધાની વાત કરીએ તો એ આજકાલ લોકો ખોટી બાબતોમાં પણ શ્રદ્ધા મુકતા જોવા મળી રહ્યા છે. આજના સમયમાં લોકો કોઈપણ ઉપર શ્રદ્ધા કરવા તૈયાર થઈ જતા હોય છે. બન્નેમાં નજીવો તફાવત છે. જે મનુષ્યને અંગત અનુભવો દ્વારા જ પ્રાપ્ત થતો હોય છે.
ધર્મ અને પ્રેમ એકબીજાના પુરક
ધર્મ અને પ્રેમ વિશે ચર્ચા કરતા આચાર્ય મેસીએ જણાવ્યું હતું કે ધર્મ અને પ્રેમ એકબીજાના પુરક છે. જેમ આપણા શરીરમાં ઘણા બધા અંગો હોય છે અને તેમનું દરેકનું આગવુ મહત્વ હોય છે એવી જ રીતે ધર્મની પણ એક િવશેષ ભૂમિકા રહેલી છે. સંતકબીરદાસજીએ કહ્યું છે કે ધર્મના મૂળમાં જ પ્રેમ વસેલો છે.ધર્મને સાધવાવાળો પ્રેમ જ છે અને જયાં ધમંડ છે ત્યાં પાપ છે અને જયાં દયા છે ત્યાં ધર્મ છે એટલે જ જયાં પ્રેમ, દયા, ક્ષમા અને શાંતી હોય ત્યાં જ ઈશ્ર્વરનો વાસ છે.
ધર્મ ક્રિયા અને કર્મ બન્નેથી કરી શકાય. મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર ધર્મ કરી શકે છે. ઈશ્ર્વરમાં આપણો વિશ્ર્વાસ કર્મ વગર અધુરો છે. માણસના મનમાં પ્રેમ અને દયા ન હોય તો તેના મોં માંથી ધાર્મિકતાની વાતો શોભતી નથી એટલે જયાં દયા દયા નથી ત્યાં પણ ધર્મ શોધવો મુશ્કેલ છે.
સત્યને પ્રેમ કરવાવાળા લોકોનો સંસારમાં અભાવ
આદિકાળથી જ સંસારમાં સત્યને ખૂબ જ સંઘર્ષ કરવુ પડયું છે અને હાલના સમયમાં તો સત્ય સાવ મરી પરવાર્યુ છે. ઈસુમસીનું સંસારમાં આગમન શાસ્ત્રોમાં પહેલાથી જ લખાયેલુ હતું છતા આ સંસારમાં તેમને કોઈ ઓળખી જ ન શકયા એટલે જ ઈસુમસીને સત્ય અને ધર્મના પ્રચાર માટે કઠિનાઓનો સામનો કરવો પડયો હતો.
ધર્મ અને પ્રેમને લગતી સમસ્યાઓ આરંભકાળથી જ ચાલી આવે છે. સંસારમાં મૃત્યુએ કઈ રીતે પ્રવેશ કર્યો ? સૌપ્રથમ કયો મનુષ્ય મર્યો આવા અનેક સવાલોના જવાબો બાઈબલમાં સમાયેલા છે. પ્રભુ ઈસુ મસીજીનું બીજી વખત પૃથ્વી પર આગમન નહીં થાય ત્યાં સુધી આવી વાતો ચાલતી જ રહેશે. પૂર્વ જન્મમાં બાઈબલ નથી માનતું વિશ્ર્વાસ કરવાથી મનુષ્યનું નામ જીવન પુસ્તિકામાં આજીવન અંકિત રહે છે.
ક્ષમા માંગવાથી મનુષ્ય પાપના વિકારોમાંથી મૂકિત મેળવી શકે છે
પાપ અને પૂણ્યની વિભાવના સમજાવતા આચાર્ય વિકાસ મેસીએ જણાવ્યું હતું કે આપણે પાપ કરી રહ્યા છીએ એટલે આપણે પાપી છીએ એવું નથી. આપણે પહેલાથી જ પાપી છીએ એટલે આપણે પાપ કરી રહ્યા છીએ. કારેલાનો સ્વાદ જન્મથી જ કડવો છે. આદિકાળના આરંભમાં આદમે પાપ કર્યું એટલે સંસારમાં પાપ આવ્યું આપણે સાંભળીએ છીએ કે સંસારમાં પાપ છે પરંતુ પાપ કયાંી આવ્યું ? પાપનો જન્મ કઈ રીતે યો તો બાઈબલ બતાવે છે કે જયારે આદમને પરમેશ્ર્વરે ફળ ખાવાની ના પાડી તેમ છતાં તેણે ફળ ચાખ્યું અને તે પાપમાં પડયો અને તેનો સ્વભાવ પાપી બની ગયો. પહેલાી જ મનુષ્ય મન, કર્મ અને વચની પાપી જ છે એટલે ક્ષમા માંગવાી મનુષ્યના પાપના વિકારો ઓછા ાય છે અને ક્ષમા માંગનાર મનુષ્યનું સ્તર ઉંચુ ાય છે.
પરમેશ્ર્વરને ઘરના ખૂણામાં નહીં દિલમાં સન આપો
પરમેશ્ર્વરની સૌી પહેલી રચના પરિવાર છે. એટલે બાઈબલની સૌી મોટી શ‚આત પરિવારી જ ઈ શકે. આજે આપણે એ સશકત સમાજ અને દેશની કામના કરી રહ્યાં છીએ ત્યારે જો પરિવાર મજબૂત નહીં હોય તો શું સમાજ મજબુત બનશે ? અને જો સમાજ જો નબળો હશે તો દેશ કઈ રીતે મજબુત બનશે ? લોકો આજે ભ્રષ્ટાચાર અને બેઈમાનીમાં ફસાયેલા છે એટલે સૌપ્રમ પરિવારમાં જ પ્રેમ, દયા અને ઈશ્ર્વરના મુલ્યો સમજાવવા જ‚રી છે. ત્યારે ઈશ્ર્વરને લોકોએ પોતાના ઘરના ખૂણામાં નહીં પરંતુ પોતાના અંતરમાં સન આપવાની આવશ્યકતા રહેલી છે.
દેશમાં એક આતંકવાદ બહારી અંદર આવે છે અને બીજો આતંકવાદ કે જેનાી પ્રત્યેક દિન દરેક લોકો ઝઝૂમી રહ્યાં છે. એક રીક્ષા વાળાી માંડીને પોલીસ, વકિલ, ડોકટર સહિતના તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે અને સમસ્યાઓી પીડાય રહ્યાં છે. ભારતની સરખામણીમાં અન્ય કોઈપણ દેશમાં ઈશ્ર્વરની ભક્તિ જોવા મળતી ની. એટલે માત્ર પ્રભુને જ દોષ ન દેતા આપણે પણ એ જોવું જોઈએ કે આપણો કયાં રસ્તે જઈ રહ્યાં છીએ. આપણે શું કરી રહ્યાં છીએ.
વિશ્ર્વ આજે ઈસુ મસીના દ્રીતીય આગમન તરફ પ્રયાણ કરી રહ્યું છે
આજે લોકોની દોડ વિનાશ તરફ ગતિ કરી રહી છે. આખું વિશ્ર્વ ઈસુમસીના દ્રીતીય આગમન તરફ પ્રયાણ કરી રહ્યું છે. બાઈબલમાં સ્પષ્ટ સૂચવ્યું છે કે અંતના દિવસોમાં પ્રેમ ઠંડો પડી જશે. જાતિ-ધર્મ, રાજય-દેશ એક બીજા પર આક્રમણો કરશે. યુધ્ધ શે, તમામ સ્ળો પર આતંકવાદ વધશે બાઈબલમાં પૃથ્વીના ઉદ્ભવી અંત સુધીની ચર્ચાઓ છે. ઊંચી બિલ્ડીંગો કે ફલાય ઓવરી દેશની ઉન્નતિ શકય ની પરંતુ સાચી સુવિધા તો માત્રને માત્ર શાંતિમાં જ રહેલી છે પ્રભુએ આપણને જીવન જીવવાની સ્વતંત્રતા બક્ષી છે. પ્રભુ ની ઈચ્છતા કે વિનાશ ાય. શું એક પિતા કયારેય પોતાના સંતાનોનો વિનાશ ઈચ્છે ? પ્રભુએ જીવન અને મરણ બન્ને આવ્યા છે. આપણે જાતે જ મૃત્યુ તરફ પ્રયાણ કરી રહ્યાં છીએ.
એક સત્ય-એક પરમેશ્ર્વર
પ્રભુ તો ઈચ્છે જ છે કે દરેક મનુષ્યના જીવનમાં બદલાવ આવે અને ઈશ્ર્વર દરેકને ક્ષમાદાન આપવાનો એક અવસર અચૂક આપે જ છે પરંતુ મનુષ્ય કોઈને કોઈ કારણોસર એ મોકો ગુમાવતો હોય છે. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. એટલે જયારે આપણે ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ કરીશું અને ક્ષમા માંગીશું તો આપણી દરેક સમસ્યાનું સમાધાન મળી રહેશે. સત્ય અને પરમેશ્ર્વર એક જ છે. પરમેશ્ર્વરનો કોઈ જ વિકલ્પ ની વિશ્ર્વમાં લડાઈ-ઝઘડા એટલા માટે ાય છે કે આજે મનુષ્યે-મનુષ્યે અલગ-અલગ ધર્મ અને ઈશ્ર્વર જોવા મળી રહ્યાં છે. ‘અબતક’ ‘ચાય પે ચર્ચા’ના અંતમાં દર્શકોને શુભેચ્છા સંદેશો પાઠવતા આચાર્ય વિકાસ મૈસીએ જણાવ્યું હતું કે, પરમેશ્ર્વર જ સૃષ્ટિ છે અને એ સૃષ્ટિના કર્તા પણ સ્વયં પરમેશ્ર્વર છે પ્રભુએ મનુષ્યો માટે અનેક મહાબલીદાન આપ્યા છે જેી મનુષ્ય પોતાના અપરાધો અને અધર્મોના દંડને સ્વીકારે એટલે મનુષ્યે માત્ર એટલું જ ની વિચારવાનું કે પ્રભુએ આપણા માટે શું કર્યું. મનુષ્યે પણ પોતાના હૃદયમાં અન્ય માટે દયા ભાવના અને પ્રેમની લાગણી રાખી ક્ષમાદાન પણ આપવું આવશ્યક રહે છે.