નમિક પરિવારની પુત્રી પર દુષ્કર્મ આચર્યું ‘તું: એક શખ્સનો છૂટકારો
પડધરી તાલુકાના ખંભાળા ગામે ભાગીયું જમીન વાવતા શ્રમિક પરિવારની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાનો કેસ રાજકોટની અદાલતમાં જતા દાહોદ પંથકના એક શખ્સને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો જયારે એક શખ્સને નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ મુલ દાહોદ પંથકના અને હાલ પડધરી પંથકમા મજૂરી કામ કરતા પરિવારની ૧૬ વર્ષની સગીર વયની પુત્રીને ગર્ભવતી બનાવી કુંવારી માતા બનાવવાનાં બનાવમાં ભોગ બનનારનો કુટુંબી કાકા લખમણ ગોબર ડામોર અને અનીલ સતાર ભૂરીયા નામના બંને શખ્સો સામે પ્રોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
બંને શખ્સો સામે કોર્ટમાં કેસ કમીટ થતા ચાલવા પર આવલે જેમાં બંને પક્ષોની રજૂઆતના અંતે બચાવ પક્ષ અને સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પૂરાવા અને દલીલો તથા વિવિધ કોર્ટનાં ચૂકાદા ટાંકવામાં આવ્યા હતા. તેમજ ૧૩ સાહેદો તથશ ૧૮ દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એમ.એમ. બાબીએ લખમણ ગોબર ડામોરનાં ૧૦ વર્ષની સજા અને ૧૫ હજાર દંડ જયારે અનિલ સતાર ભૂરીયાને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
સરકાર પક્ષે એ.પી.પી. તરીકે અતુલ જોષી અને અનિલ સતાર તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરૂભાઈ પટેલ, કલ્પેશ નશીત અને અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com