રાજકોટ બ્રાન્ચની વાર્ષિક સામાન્ય સભા મળી
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચની એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન ઓડીટોરીયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા.
મીટીંગની શરૂઆતમાં સંસ્થાના સ્થાપક આવાબાઇ વાડિયાની તસ્વીરને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મહેતાએ મીટીંગને શરૂ કરવા માટે બહાલી આપી હતી તથા સંસ્થાના સેક્રેટરી એચ આર જરીયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના સીનીયર વોલન્ટીયર ડો પ્રદીપભાઈ જોબનપુત્રા એ છેલ્લા વર્ષની મીટીંગ મિનીટ્સને ક્ધફર્મ કરવા માટે સૌ મેમ્બરને માહિતગાર કર્યા હતા અને સર્વાંનુમતે માન્ય રાખેલ ત્યારબાદ વર્ષ -2020 સંસ્થાનો વાર્ષિક રીપોર્ટ સંસ્થાના સેક્રેટરી એચ આર જરીયાએ રીપોર્ટની બાબતોથી માહિતગાર કર્યા હતા. તથા સર્વાનુમતે રીપોર્ટને માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસ્થાના નાણાકીય હિસાબો જે અનડા એસોશિએટસ દ્વારા ઓડીટેડ રીપોર્ટનું વાંચન કરવામાં આવ્યું હતું, જે તમામ મેમ્બર્સ દ્વારા બહાલી આપવામાં આવી હતી તથા વર્ષ 2021-તથા 2022 અને 2023 માટે પણ અનડા એસોશિએટસની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થામાં વહીવટી સમિતિની બંધારણીય પરિવર્તન પ્રમાણે સર્ક્યુલર પાસ કરીને બ્રાંચ સ્ટીયરીંગ કમિટી તરીકે માન્ય કરવામાં આવેલ તથા સંસ્થામાં અવારનવાર ઉપયોગી થયા હોય તેવા લોકોને સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મહેતાએ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા.
આ મીટીંગમાં સંસ્થાનો સ્ટાફગણ તથા પ્રમુખ મહેશભાઈ મહેતા, સેક્રેટરી હસમુખભાઈ જરીયા ખજાનચી વિજયભાઈ ધગત તથા નિકિતા સોનગરા, મેમ્બર ડો.તેજસભાઈ શાહ, રાજેશભાઈ ગોંડલીયા, છનાભાઇ રૈયાણી, પરેશભાઈ જનાની, જગદીશભાઈ ભાડજા, બ્રાંચ યુવા પ્રતિનિધિ કુ પાયલ રાઠોડ તથા સંસ્થાના રજીસ્ટર થયેલા મેમ્બર્સ ઉપસ્થિત રહીને મીટીંગને સફળતા અપાવી હતી.