ટ્રુ કોલરનો નવો પ્લાન: હવે એકસાથે 5 યુઝર્સને મળશે લાભ
સબ્સ્ક્રિપ્શન મોડલ્સ વૈશ્વિક સ્તરે વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે.Truecaller સંપર્કોને ચકાસવા અને અનિચ્છનીય સંચારને અવરોધિત કરવા માટેનું અગ્રણી વૈશ્વિક પ્લેટફોર્મ છે. તે લોકો વચ્ચે સુરક્ષિત અને સંબંધિત વાર્તાલાપને સક્ષમ કરે છે અને વ્યવસાયો માટે ગ્રાહકો સાથે કનેક્ટ થવા માટે તેને કાર્યક્ષમ બનાવે છે.
છેતરપિંડી અને અનિચ્છનીય સંચાર ડિજિટલ અર્થતંત્રો માટે મહત્વનું છે,. ટ્રુકોલર એ 330 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ માટે રોજિંદા સંદેશાવ્યવહારનો આવશ્યક ભાગ છે.ટ્રુ કોલર પણ તેના પ્રીમિયમ ગ્રાહકોને બહોળા પ્રમાણમાં લાભ આપતુ હોય છે કે જેમાં કોઇપણ પ્રકારની જાહેરાત વિના, કોણે પ્રોફાઈલ જોઈ, સ્પામ કોલ બ્લોકિંગ, ઘોસ્ટ મોડ વગેરે જેવી સુવિધા આપે છે.
Truecaller ખાતે ભારતના MD, રિષિત ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, “અમે Truecaller ફેમિલી પ્લાન સાથે પ્લાન શેરિંગ ખોલીને અમારી સબ્સ્ક્રિપ્શન ઑફરનો વિસ્તાર કરવા માટે ઉત્સાહિત છીએ. ઝિીયભફહહયનિી સબ્સ્ક્રિપ્શન ઑફર પાવર યુઝર્સ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવે છે કારણ કે તે જાહેરાત-મુક્ત છે અને ઘણી વધારાની સુવિધાઓને અનલોક કરે છે.
કોણ મેળવી શકશે લાભ?
ટ્રુ કોલર સબ્સ્ક્રિપ્શનનો લાભ મેળવવા ઈચ્છતા ગ્રાહકો માટે Truecaller એ હવે તેના પ્રીમિયમ ગ્રાહકો માટે ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે જે પ્રાથમિક સભ્યને તેમના પ્લાનમાં ચાર જેટલા વધારાના સભ્યો ઉમેરવાની મંજૂરી આપે છે, જેના માટે કોઇપણ વધારાનો શુલ્ક ચૂકવવો નહી પડે.ટ્રુ કોલરનો ફેમીલી પ્લાન અત્યારે ફક્ત એન્ડ્રોઇડ ફોન માટે શરૂ કરવામાં આવ્યો છે , પરંતુ iphone ધારકોને પણ આ પ્લાનમાં ફેમિલી તરીકે ઉમેરી શકાય છે. ટ્રુ કોલરનો નવો પ્લાન યુ એસ સિવાય વિશ્વના દરેક દેશમાં ઉપલબ્ધ છે.
ગ્રાહકોએ કેટલો ચૂકવવો પડશે શુલ્ક?
Truecaller નો આ ફેલીમી પ્લાન દર મહિને ર. 132 અથવા તો દર વર્ષે 925 ભરીને મેળવી શકાશે.આ સિવાય Truecaller દ્વારા વર્તમાનમાં Truecaller બે પ્રકારની પેઇડ સર્વિસ પૂરી પાડે છે કે જેમાં કંપની વર્ષે “પ્રીમિયમ કોન્ટેક્ટ” નામનો પ્લાન રૂ 549 અને “ગોલ્ડ એન્યુઅલ પ્લાન” રૂ 4,999/- માં ગ્રાહકો મેળવી શકશે.
ગ્રાહકોને બીજા કયા લાભ મળશે?
વર્તમાનમાં Truecaller એ ભારતીય સરકાર માટે ડિજીટલ ડિરેક્ટરીની સુવિધા લોન્ચ કરી છે. આ ડિરેક્ટરીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા, એમ્બેસિસ, પોલીસ કચેરી, હોસ્પિટલ વગેરેનો સમાવેશ થાય છે. આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈફોન ધારકો બન્ને માટે દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. આ સુવિધા તદ્દન મફત ગ્રાહકોને મળશે.