સતત ચોથા વર્ષે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટ્યા
રાજકોટ ખાતે આવેલ પરીન ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદેશ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવાનો છે. પરીન ગ્રુપ દ્વારા સતત ચોથશ વર્ષે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એક હજારથી પણ વધારે લોકોએ લાભ લઈ રકતદાન કર્યું અને આ એકઠુ કરેલું રકત જામનગર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કેન્સર હોસ્પિટલ, રાજકોટ સીવીલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડ બેંકને આપવામાં આવશે આ રકતનો ઉપયોગ લોકોના જીવન બચાવવામાં થશે. આ રકતદાનના સંકલ્પને સાકાર કરવા માટે પરીન ગ્રુપના ફાઉન્ડર ઉમેશભાઈ નંદાણી ડિરેકટર પરીનભાઈ નંદાણી, વાઈસ પ્રેસીડેન્ટ કુમારભાઈ અંજારીયા અને પરિન ગ્રુપના તમામ સભ્યોએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી.
છેલ્લા ચાર વર્ષથી યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાં જનતાનો બહોળો સહયોગ પ્રાપ્ત થાય છે: પરીનભાઈ નંદાણી
પરિન ફર્નિચરના ડિરેકટર પરીનભાઈએ જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ચાર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. જેમાં રાજકોટની જનતાનો ખૂબજ સાથ અને સહકાર મળે છે. રકતદાન એ મહાદાન ગણવામાં આવે છે. ત્યારે દર વર્ષે એક હજારથી વધુ રકત જમા થાય છે. અને આ રકત રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડ બેંક ખાતે રકત પહોચાડવામાં આવે છે. અને જરૂરીયાતમંદ લોકોને રકત પહોચી રહે તે અમારો મુખ્ય ઉદેશ છે. સાથે સાથે અલગ અલગ સ્કુલો કોલેજો અને સંસ્થાઓમાં રકતદાન માટે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરીએ છીએ.
વધુમાં વધુ રકતદાન કરવાનો અનુરોધ કરતા કુમારભાઈ અંજારીયા
પરિન ફર્નિચરના વાઈસ પ્રેસીડન્ટ કુમારભાઈ અંજારીયાએ જણાવ્યું હતુ કે પરીન ગ્રુપ ઘણા વર્ષોથી રકતદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં હજારોની સંખ્યામાં દાતાઓ રકતદાન કરે છે. અને આ રકતનો વધુને વધુ ઉપયોગ જરૂરીયાત મંદ લોકો કરે તેવા અમારા પ્રયત્નો છે. આ તકે તેમણે લોકોને અપીલ કરી હતી કે વધુને વધુ લોકો અહી આવી બ્લડ ડોનેટ કરે જેથી વધુને વધુ જરૂરીયાત વાળા લોકોને રકત મળી રહે અને રકતથી લોકોના જીવનને બચાવી શકાય.
બીજાનું જીવન બચાવવા રકતદાન કરવું ખૂબજ અનિવાર્ય: હિતેનભાઈ પોટા
આ તકે રકતદાન કરવા આવેલા હિતેનભાઈ પોટાએ જણાવ્યું હતુ કે રકતની એક બોટલ લોકોનું જીવન બચાવી શકે છે. તેથી રકતદાન કરવું તે ખૂબજ અનિવાર્ય છે અને હું પોતે હર હંમેશા રકતદાન કરવા માટે તત્પર હોવ છું અને લોકોને પણ અપીલ કરૂ છું કે તેઓ પોતાનું લોહી આપી બીજાની જીંદગી બચાવી પૂણ્યમાં સહભાગી બને.
રકતદાન કરવાથી મને ખૂબજ લાગણીનો અનુભવ થાય છે: વિવેકભાઈ ઘોડાસરા
આ તકે રકતદાન કરનાર વિવેકભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતુ કે રકતદાન કરવું એ મહાદાન છે. રકતદાન કરવાથી મને ખૂબજ લાગણીનો અનુભવ થાય છે. લોકોને રકત આપી તેમના જીવનને બચાવી પૂણ્યમાં ભાગીદાર થવાનો મને ખૂબજ આનંદ છે. દરેક વ્યકિતએ જીવનમાં રકતદાન કરવું જ જોઈએ.