એ.વી.કે. ફિલ્મ્સ પ્રસ્તુત
ફૂલેકી ફિલ્મના નિર્માતા આલોક શેઠ, વિજય શાહ, કલાકારો અમિત દાસ, મંજરી મિશ્રાએ પત્રકાર પરિષદ સંબોધી ફિલ્મ વિશે માહીતી આપી
9 જુને ગુજરાત – મુંબઇમાં રિલીઝ થશે ‘ફુલેકુ’
AVK ફિલ્મ્સ પ્રસ્તુત સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ , ફુલેકું આગામી 09 જૂન 2023 ના રોજ સમગ્ર ગુજરાતમાં 30 થી વધુ શહેરો અને 70 થી વધુ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે રાજકોટમાં આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ટીવીના જાણીતા કલાકારોની ઉપસ્થિતિમાં આ ફિલ્મનું ટ્રેલર લીન્ચ કરવામાં આવ્યું હતું .
09 જૂન 2023 ના રોજ રિલીઝ થનાર ફિલ્મ ફુલેકું નું લેખત અને નિર્દેશન ઇર્શાદ દલાલ દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે , ઇર્શાદ દલાલે અન્ય ઘણી ફિલ્મનું પણ કર્યું .
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં આવેલા આઈનોક્સ થિયેટરમાં યોજાયેલી પત્રકાર પરિપમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે..પોતાની પત્ની નમઁદ સાથે ઝેર પીને આપઘાત કરવાનું નકકી કરે છે અચાનક , ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર , મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે .. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેકસની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા
ઇન્કમટેકસ સિનિયર ઓફિસરનો રોલ પ્લે કરી રહેલાં બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પાડે છે જે ઘરમાં ખાવા – પીવાના પૈસા નથી હોતા , અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાસો થાય છે .
આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે . જ્યારે કર્ણપ્રિય મ્યુઝિક કૌશલ મહાવીરનું છે .
ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે . શું એમના સગા સંતાનો ભેગા થઈને બચાવશે સગા બાપની ઈજા કે એ જ ફેરવી નાખશે એમનું ફુલેકું ?? આ સવાલોના જવાબ મેળવવા માટે દરેક ગુજરાતીએ આ પરિવારિક ફિલ્મ લેવું જોવી જ રહી .
કલાકાર અનંગ દેસાઈ જે જયંતિલાલનું પાત્ર ભજવી રહ્યા છે તે પોતાની અદાકારીથી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે , અનંગ દેસાઈ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે . જેઓ 80 ધી વધુ ટેલિવિઝન શોમાં કામ કરી ચુક્યા છે અને ટેલિવિઝન સિરીઝ ખીચડી અને તેના નામની ફિલ્મમાં બાબુજીના પાત્રના પાત્ર માટે જાણીતા છે . અનંગ દેસાઈની સાથે અમિત દાસ , જીજ્ઞેશ મોદી , મંજરી મિશ્રા , નર્મદા સોની , મનીતા મશ્ર્વિક અને અન્ય જાણીતા સાથી કલાકારો કલેકું ફિલ્મમાં જોવા મળશે .
એક વખત આ પારિવારિક ફિલ્મ સૌ કોઈએ અચૂક પોતાના પરિવાર સાથે જોવી જ જોઈએ તેવી અપીલ ગુજરાતી ફિલ્મ રસિયાઓને ફિલ્મ યુનીટ દ્વારા કરવામાં આવી છે . આ ફિલ્મ અંગેના પ્રતિભાવો પણ સોશિયલ મીડિયા મોકલવા અનુરોધ કરાયો છે ’
નવા કોન્સેપ્ટ સાથે ફુલેકુ મુવી બનાવવામાં આવ્યું છે:આલોક શેઠ
એ.વી.કે ફિલ્મ્સના પ્રોડ્યુસ આલોક શેઠે જણાવ્યું કે, મુવી રસિકોને ગુજરાતી ફિલ્મ જોવા ખૂબ પસંદ પડી રહ્યા છે ત્યારે અમારો આ નવો જ અનુભવ છે ફુલેકુ મુવી નવા કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવ્યું છે જે મુવી રસિકોને ખૂબ પસંદ પડશે. લોકોને આ મુવી માંથી સામાજિક સંદેશ પણ મળી રહેશે.
ફુલેકુ સામાજિક સંદેશો આપતી ગુજરાતી કોમેડી ફિલ્મ: વિજય શાહ
એ.વી.કે ફિલ્મ્સના પ્રોડ્યુસર વિજય શાહએ જણાવ્યું કે, ગુજરાતી મુવી નું રિજનલ સિનેમા ખૂબ સારું લોકોને પસંદ પડી રહ્યું છે.અમારો આ નવો પ્રયાસ છે. જેને લોકો ખૂબ પ્રેમ આપશે એવી આશા કરી છે.ફુલેકુ મુવીએ સામાજિક મેસેજ આપતી કોમેડી મુવી છે. ઘણા બધા ટ્વિસ્ટ અને ટન મુવી ની અંદર જોવા મળશે. ગુજરાતી મુવી બનાવવા પાછળ અમારો નવો અનુભવ જ રહ્યો છે આખું મુવી સુરત શહેરમાં શૂટ કરવામાં આવ્યું છે.
દરેક જનરેશનને ફુલેકુ મુવી પસંદ પડશે: કૃનાલ લખાની
એ.વી.કે ફિલ્મ્સના પ્રોડ્યુસર કુનાલ લખાની જણાવ્યું કે, ફુલેકુ મુવી દરેક જનરેશનને પસંદ પડશે. યુવાનો આજકાલ દોઢ ભાગની જીંદગી જીવી રહ્યા છે તેમાં તેઓ માતા-પિતા સાથેનો બોન્ડ ખૂબ મજબૂત બનાવી શકે એવો મેસેજ મુવીમાં આપવામાં આવ્યું છે.બેન્ક કરપસીને ધ્યાનમાં રાખી મુવીનું નામ પૂરેપૂરું રાખવામાં આવ્યું છે.