800 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકોટના ઔદ્યોગીક મોભીઓની ઉપસ્થિતિ
સૌરાષ્ટ્રમાં ફેમિલી બિઝનેસ હોવોએ એક ગર્વની વાત છે. પરંતુએ બિઝનેસને આવનારી પેઢી કઇ રીતે આગળ ધપાવી શકે તેના માટેનું માર્ગદર્શન જરૂરી છે. આજ વાતને કેન્દ્રમાં રાખતા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી (FMS) અને સેન્ટર ફોર એન્ટ્રેપ્રેન્ચોરશીપ એન્ડ ફેમિલી (CEFB) દ્વારા ફેમિલી બિઝનેસ સિમ્પોસિયમ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત SRK EXIMના ચેરમેન, ગોવિંદજી ધોળકિયા (કાકા)એ હાજરી આપી હતી. આ ઉપરાંત વક્તા તરીકે ભરતભાઇ હાપાણી (મેનેજિંગ ડિરેક્ટર, કીચ ઇન્ડસ્ટ્રીઝ) રાજકોટ) અને રાજીવ ભદુરીયા (કોર્પોરેટ એડવાઇઝર, ગારવેર ગૃપ) ફેમિલી બિઝનેસ માટે એમના વિચારો રજૂ કર્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆત મારવાડી યુનિવર્સિટીના પ્રમુખ કેતન મારવાડી તથા ઉપપ્રમુખ જીતુભાઇ ચંદારાણાની ઉપસ્થિતિમાં થઇ હતી. આપણી સમક્ષ એવા ઘણા લોકો છે જે કૌટુંબિક વ્યવસાય ધરાવે છે. પરંતુ એને કેમ જળહળતો રાખવોએ મોટી દુવિધા છે. આ ઉપરાંત બદલાતા સમયની સાથેસાથે ધંધાની રીતભાતમાં કેવા ફેરફારો કરવાએ સમજવું પણ અનિવાર્ય છે. સેન્ટર ફોર એન્ટ્રેપ્રેન્ચોરશીપ એન્ડ ફેમિલિ બિઝનેસ (CEFB)નો મુખ્ય ઉદ્ેશ ફેમિલી બીઝનેસ ધરાવતા વિદ્યાર્થીઓને સાચું અને સમયસર માર્ગદર્શન મળી રહે તેવું છે. તે માટે જ ગોઠવાયેલી આ ઇવેન્ટમાં ગોવિંદજીએ તેમના જીવનના સંભારણાઓ અને અનુભવો રજૂ કરતા કહ્યું “પરિવારના મૂલ્યોનું જતન કરવું, માંસ, મદિરા, મોહિની અને જુગાર, આ ચાર ખરાબ આદતો ન રાખવી અને માતા-પિતાને પ્રણામ કરીને દિવસ શરૂ કરવો” આવી શીખ સાંભળવા 800 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકોટના ઔદ્યોગીક મોભીઓએ હાજરી આપી હતી.
આ સિમ્પોઝ્યમની સફળતા બાદલ ઉપપ્રમુખ જીતુભાઇ ચંદારાણાએ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીસના ડીન, ડો.સુનિલ જખોરીયા તથા ઈઊઋઇને અભિનંદન પાઠવ્યા હતા. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન વગેરે સંસ્થાઓએ આ ઇવેન્ટમાં તેમનો સહકાર આપ્યો હતો.
સેન્ટર ફોર ફેમિલી બિઝનેસ અને એન્ટ્રેપ્રેન્ચોરશીપના વિદ્યાર્થીઓએ પોતાનો 1 વર્ષનો ઈઊઋઇ સાથેનો અનુભવ અને પોતાના ફેમિલી બિઝનેસમાં થયેલ ઇમ્પ્રુવમેન્ટ્સ અને કાર્યોની રજૂઆત કરી હતી. જેમાં શ્રેયશ વિઠલાની, રીશીત વોરા અને રૂષિ અંદપરાએ પોતાના નિજી તેમજ વ્યવસાયિક જીવનમાં થયેલ બદલાવો વિશે વાત કરી હતી.