ભારત ડિજિટલ પેમેન્ટ દ્વારા બિલનું ચુકવણું શક્ય બનશે

દિન પ્રતિદિન ટેકનોલોજીમાં અનેકવિધ બદલાવો અને ફેરફારો આવી રહ્યા છે ત્યારે સરકાર પણ ડિજિટલ પેમેન્ટને વધુ ઝડપી બનાવવા અને સુદ્રઢ બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ હવે વિદેશમાં બેઠા બેઠા પણ લોકો તેમના પરિવારના બીલ ભરી શકશે જેના માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમને અમલી બનાવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના બીલ ની સાથોસાથ વિદેશમાં બેઠેલા લોકો બાળકોની શૈક્ષણિક ફી પણ ઓનલાઇન માધ્યમથી ભરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકારે જે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવ્યું છે તેમાં હાલ 20000 જેટલા બિલ ભરનાર લોકો જોડાયેલા છે અને પ્રતિમાસ 8 કરોડ નાણાકીય વ્યવહારો ભારત બિલ પે સિસ્ટમ મારફતે થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ એ છે કે અર્થવ્યવસ્થાને ઝડપી અને વિકસિત બનાવવા માટે ડિજિટલ પેમેન્ટ ને વધુ સુદ્રઢ બનાવવામાં આવે અને તેના માટે ડિજિટલ ઇકોનોમી પણ ઉભી કરાય. ભારત બિલ પે સિસ્ટમ માત્ર ને માત્ર ભારત પૂરતું જ સીમિત હતું પરંતુ હવે તે વિદેશમાં રહેતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે. સામે વિદેશથી જે હૂંડિયામણ અથવા તો વિદેશમાં બેઠેલા લોકો તેમના પરિવારને જે નાણા આપવા ઈચ્છતા હતા તેઓને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો . હાલ જે વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે તેનાથી ઘણો ખરો ફાયદો હવે આ મુદ્દે જોવા મળશે અને વિદેશમાં બેઠેલા લોકો સરળતાથી તેમના પરિવારના બીલ ભરી શકશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું કે હાલ જે રીતે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ભારતીય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે તેવી જ રીતે આ સિસ્ટમ હવે વિદેશના લોકો માટે પણ એટલું જ ઉપયોગી અને અસરકારક નીવડશે. સિસ્ટમ નો લાભ ભારતમાં રહેતા સીનીયર સીટીઝનો માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે તેમના સંતાનો કે જે વિદેશમાં બેઠેલા છે તેઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી તેમના પરિવાર માટે ભરણ પોષણ કરી શકશે જેના માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જરૂરી નિર્દેશો પણ જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.