- જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનું એક અનોખું અભિયાન
- ટાઈપ-1 ડાયાબિટિક બાળકોના પથદર્શક બન્યા નિષ્ણાંત તબીબો: 600થી 700 બાળકોએ કાર્યક્રમનો લાભ લીધો
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા “લેટ્’સ બીટ ડાયાબિટીસ કાર્યક્રમનું એન્જીનીયરીંગ એસોસિએશન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા 600થી 700 બાળકોને નિષ્ણાંત તબીબો દ્વારા આ જટિલ રોગ સામે સરળતાથી સામનો કરી શકે.
તેનું માર્ગદર્શન અપાયું હતુ. સૌરાષ્ટ્રમાંથી વિવિધ સ્થળ પરથી આવેલા બાળકો માટે ઉપયોગી કીટ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી હતી. ડાયાબિટીસ ટીમ અમદાવાદ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની હતી.આ ઉપરાંત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પ,અવેરનેસ અને એજ્યુકેશન પ્રોગ્રામ,પીકનિક,હાસ્ય,સંગીત સંધ્યા સહિત 65 જેટલા વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે.સંસ્થામાં નોંધાયેલા સર્વજ્ઞાતિના 1560 બાળકોનેનું ટાઈપ 1 ડાયાબિટીસની નિ:શુલ્ક તમામ સારવાર પુરી પાડવા આવે છે.
સંસ્થા દ્વારા થતા દરેક કેમ્પ અને કાર્યક્રમમાં બધા બાળકોને રોજિંદી સારવાર અર્થે ઉપયોગી તબીબી કીટ ભેટ સ્વરૂપમાં આપવામાં આવે છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી અપુલભાઈ દોશી, અનિશ શાહ,રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડ્યા,અમિત દોશી, મિતેષ ગણાત્રા, અજય લાખાણી સહિતના ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી ત્યારે કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ પૂરી પાડી હતી.
બાળકો અને તેના પરિવારને જાગૃત કરવા વધુ પ્રયત્ન કરીશું :અપુલભાઈ દોશી
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ જણાવ્યું કે,છેલ્લા 18 વર્ષથી અમારી સંસ્થા દ્વારા ટાઈપ-1 ડાયાબિટીક બાળકોને નિ:શુલ્ક સારવાર થઈને તમામ સેવા પૂરી પાડવામાં આવે છે. અમારી સંસ્થાનો હંમેશા એક જ ધ્યય રહ્યો છે.ટાઈપ-1 ડાયબીટક બાળકો અને તેના પરિવારોને વધુને વધુ એજ્યુકેટ કરવાના પ્રયત્નો કરતા રહેશું.દર ત્રણ મહિને સંસ્થાના બાળકોને શ્રેષ્ઠ તબીબો પાસે ટ્રિટમેન્ટથી માંડી તમામ સારવાર આપવામાં આવે છે.