મુંબઈથી દિલ્હી જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટને હાઈજેક કરવાની આશંકાએ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ સદનસીબે આવી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં એરપોર્ટ ઓથોરિટીએ હાશકારો અનુભવ્યો હતો. ટોઈલેટમાં એક ચિઠ્ઠી મળી તેમાં આવો ઉલ્લેખ હોવાથી ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ચિઠ્ઠી લખનારની ઓળખની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત ચિઠ્ઠી લખનાર શખ્સે જેટ એરવેઝમાં કામ કરતી પોતાની ગર્લફ્રેન્ડે આપેલા દગાનો બદલો લેવા આ કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું છે.

શંકાસ્પદ ચિઠ્ઠી લખનાર વ્યક્તિનું નામ સરલા બિરજુ હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ તેની ગર્લફ્રેન્ડને પરેસાન કરવા માટે આ ચિઠ્ઠી લખી હતી. ગર્લફ્રેન્ડે આપેલા દગાનો બદલો લેવા માટે આ શખ્સે આખું કાવતરું કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ શખ્સની ગર્લફ્રેન્ડ જેટ એરવેઝમાં કામ કરે છે. આ શખ્સની વધુ ઉલટ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.

મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ૯ઠ૩૩૯ ફ્લાઈટના ટોઈલેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં ફ્લાઈટને હાઈજેક કરવાનું લખાણ હતું. જેને પગલે ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાએ ફ્લાઈટને ડાઈવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ મુંબઈથી રાત્રે ૨.૫૫ વાગ્યે મુંબઈ જવા ઉપડી હતી, ત્યાર બાદ ૩.૪૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટના લેન્ડિંગ બાદ બીડીડીએસ અને ડોગ સ્કવોડ એરપોર્ટ પહોંચી ગઈ હતી. અહીં બધા પેસેન્જરોને પ્લેનમાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.