કચ્છમાં ઠંડીનું જોર વધવા સાથે જાણે તસ્કરોની સીઝન ખુલી હોઈ તેમ આજે નલિયા અને ભુજમાં કુલ ચાર બંધ રહેણાંક મકાનમાં લાખ્ખોની ઘરફોડ ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
નલિયાના દામા એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા વાલારામનગરના બે બંધ મકાનમાં ઘરફોડ ચોરી થઈ છે. જે પૈકી એક મકાનમાંથી તસ્કરો ૧.૪૫ લાખની રોકડ, ૩.૨૦ લાખની કિંમતના સોનાના દાગીના અને ૧૫ હજારની કિંમતના ચાંદીના દાગીના મળી ૪.૮૦ લાખની માલમત્તા ચોરી ગયાં હોવાની ફરિયાદ મકાનમાલિકે નોંધાવી છે. બીજા મકાનની ચોરીનો બનાવ હજુ ચોપડે ચઢ્યો નથી. વાલારામનગરમાં રહેતા અને નલિયામાં પી.એમ. આંગડીયા પેઢી ચલાવતા દિવ્યરાજસિંહ નટવરસિંહ જાડેજા શનિવારના રોજ પારિવારિક પ્રસંગ નિમિત્તે ભુજ આવ્યા હતા. બીજા દિવસે રાત્રે પોણા દસ વાગ્યે તે પરત નલિયા ફર્યા ત્યારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારનું તાળું તૂટેલું હતું. અજાણ્યા તસ્કરોએ તેમના મકાનમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણા સહિત ૪.૮૦ લાખની માલમત્તા તફડાવી હોવાનું તેમણે જણાવ્યું છે. તસ્કરોએ તેમના પડોશમાં રહેતા એરફોર્સ જવાનના બંધ રહેણાંકમાં પણ ચોરી કરી છે.
ભુજના ઓધવ પાર્ક-૩, પ્રમુખસ્વામીનગરમાં આવેલાં ટ્રાન્સપોર્ટરના બંધ રહેણાંક મકાનમાં ત્રાટકેલાં તસ્કરોએ ૩૨ હજારની રોકડ રકમ, ચાંદીના વાસણો, મૂર્તિ અને સોનાના ઘરેણાં મળી કુલ ૧.૫૨ લાખની માલમત્તાની ચોરી થઈ છે. મકાનમાં રહેતા હરિપ્રસાદ દુલીચંદ સોની સપરિવાર દિલ્હી ગયા છે. તેમણે તેમના ડ્રાઈવર નકુલસિંહ ઝાલાને મકાનની દેખરેખ રાખવા કહ્યું હતું.
નકુલસિંહ ગઈકાલે સાહેબના ઘરે ચક્કર મારવા ગયો ત્યારે મકાનનુંતાળું તૂટેલુ હતું. બંધ ઘરમાં પ્રવેશેલાં તસ્કરોએ બેડરૂમના કબાટમાંથી૧.૫૨ લાખની માલમત્તાની ચોરી કરી હતી. જેઅંગે નકુલસિંહે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હરિપ્રસાદસોનીની નજીક આવેલા સિધ્ધાર્થ કિશોરભાઇ રાચ્છના બંધ મકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કરીઅઢી હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ૩૨ હજાર ૫૦૦ રૂપિયાની કિંમતની માલમત્તાની ચોરી થઈ છે. ચોરીનો બનાવ ૧૪થી ૧૬ડિસેમ્બર દરમિયાન બન્યો હોવાનું જણાવાયું છે. પોલીસે ઘરફોડ ચોરીનાબેઉ બનાવને સાંકળી ચોપડા પર એક જ એફઆઈઆર નોંધી છે.