ચારા કૌભાંડના દુમકા કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ શનિવારે લાલુ પ્રસાદ યાદવને સાત વર્ષની જેલની સજા અને રૂ. 30 લાખનો દંડ કરવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ પર ચારા કૌભાંડમાં 6 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ચાર કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આમ હાલ લાલુ પ્રસાદ યાદવની સજા બિરસા મુંડા જેલમાં ચાલી રહી છે પરંતુ તેમની તબિયત ઠીક ન હોવાના કારણે તેમની રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દુમકા કેસમાં 12 આરોપી નિર્દોષ જાહેર કરાયા
આ કેસમાં કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર પીએસીના અધ્યક્ષ રહેલા જગદીશ શર્મા અને ધારાસભ્ય આર.કે રાણા સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
નિર્ણય સાંભળ્યા પછી લાલુ યાદવે જજને પૂછ્યું હતું કે, હુજુર રાણાજી છૂટી ગયા. ત્યારે જજે કહ્યું હતું કે, તેમના પર કોઈ આરોપ સાબિત નથી થઈ શક્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,