જેતપુર નવાગઢ માથી ગત રાત્રે પકડાયેલ એક શખ્સ છોકરા ઉપાડવા વાળો છે તેવી અફવા શહેરમાં ફેલાઈ હતી પરંતુ ખરી હકીકતે તે એક ભિક્ષુક હતો
ખોટી અફવાથી દૂરથી રહેવું….પી આઈ. રાણા
તે પેઢલા દારૂ પીવા ગયો હતો તેથી ત્યા કાઈક મગજમારી કરીને નવાગઢ ભાગી આવેલ ત્યા પેઢલાથી તેમની પાછળ આવેલ લોકો યે જેતપુર જગાત નાકા પાસેથી પકડીને નવાગઢ લાવીને માર મારતા પબ્લિક ભેગી થયેલ તેમાથી કોઈક બોલયુ કે છોકરા ચોર પકડાયો છે તેથી પબ્લિક પણ મારવા લાગેલ તુરંત જેતપુર સીટી પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવીને પકડેલા સખ્શ ને પુછપરછ કરીને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમા સારવાર કરવામા આવેલ ત્યા જેતપુર સીટી પીઆઇ એમ એન રાણા સાહેબ દ્વારા વધુ પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
શહેર માં તેમજ સોશિઅલ મીડિયામાં ગમે તે ફોટા મૂકી છોકરા પકડવા વાળા છે તેવું લખી વાયરલ કરી દેવામાં આવે છે ખરેખર કોઈ સોશિઅલ મીડિયામાં આવેલ લખાણ કે ફટા અંગે ખરાઈ કરતા નથી જેથી આવી ખોટી અફવા આગળ વધતી જાય છે.ખરેખર કોઈ શંકાસ્પદ જણાઈ તો કાયદો હાથ માં લીધા વગર પોલીસને જાણ કરવી અને પોલીસ આ અંગે તપાસ કરશે અને ખરેખર ગુનેગાર હશે તો તેને છોડવામાં નહીં આવે અને આવી ખોટી અફવા થી દુર રહેવા અને સોસીયલ મીડિયા માં ખોટા મેસેજ વાયરલ ન કરવા જેતપુર સી.ટી. પી.આઈ રાણા સાહેબે જાણવાયું હતું.