ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપને લઈને ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કોઈ પણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ માત્ર ડ્રાફ્ટ છે, ફાઈનલ લિસ્ટ નથી. આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઈ છે. આસામ અને કેન્દ્ર સરકાર આ વાત માટે પ્રતિબદ્ધ છે કે તમામ ભારતીયોના નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવે.
રાજનાથે વધુમાં કહ્યું કે ફાઈનલ NRC પહેલાં તમામને ક્લેમ્સ ફંડ ઓબ્ઝેક્શન ફાઈલ કરવાની તક મળશે. જે બાદ જે લોકોના નામ ફાઈનલ NRCમાં સામેલ નહીં થાય તેને અપીલ કરવાનો અધિકાર હશે.
I am saying this again, that no coercive action will be taken against anyone in any situation. Attempts to create an atmosphere of fear are condemnable:HM Rajnath Singh in Rajya Sabha pic.twitter.com/hVEUwBL8U9
— ANI (@ANI) August 3, 2018
રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, “NRCની પ્રક્રિયા 1985માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શરૂ કરી હતી. જે અંગેનો નિર્ણય 2005માં મનમોહન સિંહે લીધો હતો. હું સ્પષ્ટ કરવા માંગીશ કે આ 40 લાખ પરિવાર નથી પરંતુ 40 લાખ લોકો છે. સુપ્રીમ કોર્ટે જેવી અમારી સમક્ષ અપેક્ષા રાખી હતી તેવું જ કરવામાં આવી રહ્યું છે.
ભારીતય હોવા માટે જરૂરી પ્રમાણ પત્ર રજૂ કરવા માટે કોઈને પણ NRCથી બહાર કરવામાં નહીં આવે. વૈકલ્પિક દસ્તાવેજ પણ રજૂ કરી શકાય છે. NRC પ્રક્રિયામાં નાગરિકોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શી અને સાફસુથરી છે.