નવી જમીન માપણીના કારણે કાનુની લડાઇ વધવાની ભીતિ: જામનગરના ૪૧પ ગામની ૭૧૧ અરજીઓમાં માપણી ૧૦૦ ટકા ખોટી
માપણીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા હાઇકોર્ટમાં સિટીંગ જજનું પંચ નિમવા માગ
નેશનલ લેન્ડ રેકોર્ડઝ મોડેનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સર્વે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ અને ખોટા નકશા બન્યા હોય, સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્ય રાખવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીન દ્વારા રાજકોટ સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ઓલ ઇન્ડિયા કોંગે્રસ સમીતીના સચિવ અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય પરેશ ધાનાણી, રાજકોટ શહેર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રીલનીલ રાજયગુરુ અને કુંવરજીભાઇ બાવળીયા, સહીત અને કોંગ્રેસ આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
નવીજમીન માપણીના કારણે કાનુની લડાઇ વધવાની ભીતી ભાઇઓ- ભાઇઓ અને પાડોશીઓ વચ્ચે કાનુની લડાઇથી વેરઝેર ઉભુ થશે તેવા આક્ષેપો પત્રકાર પરિષદમાં કરાવામાં આવ્યા હતા. રાજયનાં તમામ જીલ્લાઓમાં બીન અનુભવી ખાનગી માપણી એજન્સીઓએ અંક્ષાશ રેખાંશને અવગણી ઓફીસમા બેસીને જમીન માપણીના બનાવટી રેકોર્ડસ બનાવ્યા તેનું પ્રમોલગેશન થઇ ગયું અને એજન્સી સુધી બીલ ચુકવાઇ ગયા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જામનગરના લેન્ડ રેકોર્ડઝ કચેરીના પાંચ પાનાના અહેવાલનો જુનો રેકોર્ડઝ
ખરાબ થયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જામનગર જીલ્લાના ૪૧પ ગામમાંથી નમુના ‚પ ૭૧૧ અરજીઓમાં ચકાસણી માપણી ૧૦૦ ટકા ખોટી ઠરી હોય તેવું અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્ય રાખવાની તેમજ રેકોર્ડસની ક્ષતિ સુધારવી અશકય ગણાય તો પુન: માપણી કરવા લેન્ડ રેકોર્ડસ કચેરીને પણ ભલામણ કરવામાં આવી છે. નવી માપણી રદ કરવા અને જુની માપણીને આધારભૂત ગણવા, માપણી એજન્સીઓ અને બીલ મંજુર કરનાર અધિકારીઓ અને બીલ મંજુર કરનાર અધિકારીઓ સામે દસ્તાવેજમાં છેડછાડ થયા છે તે અન્વયે ગુનો દાખલ કરવા કોંગ્રેસે માંગણી કરી છે. અને હાઇકોર્ટ સીટીંગ જજની અઘ્યક્ષતામાં તપાસપંચ નિમવાની માંગણી પણ કરેલ છે. આગામી ૧૦મીના રોજ રાજયભરનાં કલેકટરને આવેદન આપવામાં આવશે અને ગર્વનર સુધી રજુઆત કરવામાં આવશે.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ૭ વર્ષ પહેલા જમીનની પુન: માપણી માટે જામનગર સહીત ત્રણ જીલ્લાની પાયલોટ પ્રોજેકટ તરીકે કામગીરી શરુ થઇ ત્યારે વિધાનસભામાં રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે એજન્સીઓ દ્વારા કરેલી પુન: માપણીના એક ખેડુતનું ખેતર બીજા ખેડુતના હદમાં બતાવવું રસ્તાઓ, મકાન અદ્રશ્ય કરી દેવા જેવી ગંભીર સ્થિતિથી ભવિષ્યમાં ગામડાઓમાં ભાઇઓ ભાઇઓ વચ્ચે વેરઝેર ઉભા થશે. ભાજપની સરકારે ભષ્ટ્રાચારમાં ભાગીદારી કરવા અન્વયે સમગ્ર રાજયમાં કરોડોના ખર્ચે આવી કંપનીઓ પાસે માપણીઓ કરી તેના આધારે નવા લેન્ડ રેકોર્ડ બનાવીને જમીન રેકોર્ડસના પ્રોમ્યુલેગેશન પણ મંજુર કરી દીધા હોય અને એજન્સીઓને બીલનું ચુકવણી પણ કરી દેવામાં આવી છે.
વધુમાં અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે જામનગર જીલ્લા જેવી અને તેનાથી પણ ગંભીર ક્ષતિઓ રાજયના અન્ય જીલ્લામાં થયેલી છે. રાજયમાં કુલ ૧.૨૫ કરોડ જેટલા સર્વે નંબરોની માપણી ખાનગી એજન્સીઓએ કરેલી હોવાનો દાવો છે. આ તમામ માપણી ખોટી હોવા છતાં તેના પ્રમોલગેશન થઇ ગયા છે. સમગ્ર રિ-સર્વે રદ કરી એજન્સી અધિકારીઓ સામે ગુન્હો નોંધવાની માંગણી કરી હતી. કરોડો ‚પિયાના ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા હોય તેવો આક્ષેપ કર્યો હતો.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે તાત્કાલીક અસરથી નવી માપણી અને માપણીના આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા, જુની માપણીના આધારે રેકોડિઝની માન્યતા ચાલુ રાખવા ભ્રષ્ટાચારની તપાસ કરવા યોગ્ય પંચ નિમવાની માંગણી કરી હતી અને આગામી ૧૦મી જુલાઇના રોજ રાજયની તમામ કલેકટર કચેરીએ જમીનમાં જુની માપણીના આધારે રેકોડની માન્યતા ચાલુ રાખવા આવેદન આપવામાં આવશે તેમજ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજયપાલ અને રાજયના સેટલમેન્ટ કમિશ્નરને મળશે.