દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના સુપ્રીમના આદેશની દેશભરમાં અસર: વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો
દિવાળીના તહેવારમાં બાળકોથી માંડી આબાલ વૃઘ્ધો બધા ફટાકડા ફોડી નવા વર્ષની ઉજવણી કરે છે. પરંતુ હવે દિવાળીમાં ફટાકડાની વિદાયના પગરવ શરુ થઇ ગયા હોય તેમ આ વર્ષે દિવાળીમાં ફટાકડાના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતુ જતું પ્રદુષણ એક ગંભીર મુદ્દો બન્યો છે જેથી ગ્લોબલ વોમિંૅગના પ્રમાણને ઘટાડવા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકયો હતો. આ પ્રતિબંધની અસર દેશભરમાં થઇ હોયગ તેમ ફટાકડાના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. સીસ્ટમ ઓફ એર કવોલીટી એન્ડ વેધર ફોરકાસ્ટીંગ એન્ડ રીસર્ચ (એસએએફએઆર) સફર દ્વારા કરાયેલા સર્વેમાં આ વિગતો જાણવા મળીછે. આ સફર હવાની શુઘ્ધતાનું મોનીટરીંગ કરે છે અને તે કેન્દ્ર સરકારની એજન્સી છે.
વર્ષ ૨૦૧૬ની સરખામણીની એ આ વર્ષે ૧૯ ઓકટોમ્બર એટલે કે દિવાળીના દિવસે એમીશનનું પ્રમાણ ૫૦ ટકા રહ્યું હતું જે ર૧ ઓકટોમ્બરે ઘટીને રપ ટકાએ પહોચ્યું હતું તો રર ઓકટોમ્બરે ફરીવધી ૪પ ટકાએ પહોચ્યું હતું. તેમ સફરના અહેવાલમાં જાણવા મળ્યું છે.
દિવાળીમાં ફટાકડાની ઘુમ ખરીદી થતી હોય છે. પરંતુ સર્વોચ્ચ અદાલતના ફટાકડાના વેચાણ પરના આદેશને પગલે વેચાણમાં
ગયા વર્ષની સરખામણીએ ઉતરો ઘટાડો નોધાયો છે. તેમ જ આ સાથે પ્રદુષણના સ્તરમાં પણ ઘટાડો થયો છે. જો કે દિવાળી ના દિવસે ફટાકડાથી થયેલ પ્રદુષણનું સ્તર પંજાબ અને હરીયાણા કરતા દિલ્હીમાં વધુ નોંધાયું છે.