૧૨ શહીદ પરિવારોને પરિવાર દીઠ રપ હજાર, મૂક બધીર બાળકોની સંસ્થાને પ૧ હજારની સહાય

અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્કૃષ્ટ વોટર સોલ્યુશન પ્રદાન કરતાં ફાલ્કન પમ્પસ દ્વારા ૧૩ ઓકટોબર ૨૦૧ના સુરત શહેરના કામરેજ વિસ્તારમાં કંપનીના અદ્યતન શો-રુમનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. દેશના નાગરીકોની સુરક્ષા કરવામાં પોતાના જીવનનું  બલિદાન આપનારા શહીદોને શ્રઘ્ધાંજલી પાઠવતાં ૧ર વીર જવાનોના પરિવારજનોના હસ્તે તેમજ મુક બધીર બાળકોના હસ્તે શો-રુમનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. જે પસ્રંગે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર ધીરજલાલ સુવાગીયા તેમજ એકિઝકયુટિવ ડીરેકટર કમલનયન સોજીત્રા તેમજ જગદીશભાઇ કોટડીયા, હરસુખભાઇ સુવાગીયા, પારસભાઇ શીગાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ફાલ્કન પંપ વિશ્ર્વસ્તરીય ડિઝાઇન  અને ટેકનોલોજીનો અનોખો સુમેળ ધરાવે છે. ફાલ્કન પંપ હંમેશાથી ઇનોવેશન અને ગુણવત્તાયુકત સોલ્યુશન પ્રદાન કરવા ઉપર કેન્દ્રીત રહ્યું છે અને આ વિચારધારાને જાળવી રાખતાં કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી સજજ પ્રોડકટસ રજુ કરી છે. જે ખેડુતો અને ઔઘોગિક સમુહને ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે. રાજકોટ સ્થિત અને સમગ્ર ભારતમાં ફાલ્કનના એસ.એસ. પંપસેટની ફાલ્કન ટાઇપ ડિઝાઇનનો લાભ લઇ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે જે ફાલ્કન સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

004 3

ફાલ્કન પંપની વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી જે પ્રોડકટસ રજુ કરી છે, તેમાં ૩પ ટકા થી ૫૦ ટકા જેવી વિજળીની મહાબચત, ઝીરો મેઇન્ટેનન્સ, નહિવત જાળવણી ખર્ચ અને ૧૦ વર્ષથી વધુની લાઇફ સાયકલ જેવા ગ્રાહક લક્ષી ફાયદા ધરાવતી રર૦૦ થી વધુ પંપની વિશાળશ્રેણી તેમજ આઇએસઆઇ-૧૪૦૦:ર૦૧૫ જેવા પર્યાવરણના સર્ટીફીકેટ ધરાવતી કંપનીનો સુરત ખાતે રીટેઇલ અને હોલસેલ શો-રુમની શુભ શરુઆત શરદ પુનમના મંગલ દિવસે શહિદ પરિવારજનો તેમજ મુક બધીર બાળકોના હસ્તે કરી હતી.

ઉતર,દક્ષિણ અને મઘ્ય ગુજરાતનાં ગ્રાહકમિત્રોને કંપની શો-રુમ ઉપરથી વ્યાજબી અને ફિકસ ભાવે પંપ સેટ સાથે કંપનીના કેબલ અને વાયર, સ્પેયર્સ, એચ.ડી.પી.ઇ. પાઇપ્સ, કોલમ પાઇપ, રીજીડ પીવીસી પાઇપ્સ, પ્લમ્બીંગ ફીટીંગ્સ, ઇલેકટ્રીક સ્ટાર્ટર, બુસ્ટ પંપસેટ, સુએજ પંપ, ડીવોટરીંગ પંપ, એસી.- ડીસી સોલાર પંપસેટ- સોલાર પેનલ, એ.સી.- સીડી કંટ્રોલર, એમ.એસ.જી. આઇ. પાઇપનું સ્ટ્રકચર વગેરેની વિશાળ શ્રેણી હાજરીમાં મળી રહેશે

003 2

 

ફાલ્કન કંપનીના પાયામાં અનુભવી એન્જીનીયરોની યુવા ટીમ, સ્કીલ કારીગરો, અતિ આધુનિક ટેકનોલોજી યુકત હાઇટ્રેક પ્રોડકશન યુનિટ, રોજનાં ૧૦૦૦ પંપની ક્ષમતા ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રકચર, આધુનીક એનએબીએલ ટેસ્ટ લેબ ૦.૫ ટકા થી પણ ઓછું ફીલ્ડ રીજેકશન, ર૪ કલાકમાં પંપ સેટ સપ્લાય અને ભારતભરમાં ર૪+૭ સર્વીસ સેટઅપ અને નેટવર્કની ગોઠવણી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે.

ફાલ્કન કંપનીના ચેરમેન ડિરેકટર ગુજરાત રાજયના તમામ મંત્રીઓ સચિવ આઇ.એ.એસ. તેમજ આઇ.પી.એસ. અધિકારીઓ, સહકારી અધિકારીઓ, એન.જી.ઓ. ના ચેરમેન તથા બોર્ડ ઓફસ ડીરેકટર્સ:, ગ્રામ સેવક, સરપંચ સામાજીક આગેવાન, સહકારી મંડળીઓના પ્રમુખના સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના ડીરેકટરો હોસ્પિટલ, હોટલ, એજયુકેશન ઇન્સ્ટિટયુટ , ઉઘોગકાર બિલ્ડર્સ, ચેમ્બર ઓફ કોમર્સ, એન્જી એસો.ના પ્રમુખ હોદેદાર મિત્રો તેમજ સભ્યોનો આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.