ટીસીએસના સંસ્થાપક ફકીરચંદ કોહલી પદ્મભૂષણથી સન્માનીત કરાયા હતા: આઈટી ક્ષેત્રના હતા ‘પિતામહ’
આઈટી ક્ષેત્રના પિતામહ ગણાતા ટીસીએસના સંસ્થાપક અને પ્રથમ સીઈઓ ફકીરચંદ કોહલીનું ૯૬ વર્ષની વયે અવસાન થયું છે. તેમની ચિર વિદાયથી આઈટી ક્ષેત્રમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. ફકીરચંદ કોહલીનો જન્મ પેસાવરમાં થયો હતો. ત્યારબાદ તેમની સાચી કારકિર્દીની ઉડાન શરૂ થઈ હતી. એક સમયે ભારત દેશમાં જ્યારે આઈટી ક્ષેત્ર વિશે કોઈને સહેજ પણ માહિતી ન હતી તે સમયે ફકીરચંદ કોહલીએ આઈટી ક્ષેત્રની શરૂઆત કરી હતી. જેના પરિણામરૂપે તેને પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના નામ પરથી જ ઘણી ખરી ચીજવસ્તુઓ શકય બની છે. કહેવાય છે કે, ફકીર ફકીરીએ આઈટી ક્ષેત્રમાં ભારતને ધનકુબેર બનાવવામાં ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.
ભારતના આઈટી ક્ષેત્રને વિકસીત કરવાની સાથો સાથ દેશના નામાંકીત લોકોને આઈટી ક્ષેત્રમાં પર્દાપણ કરાવી તેઓને સફળ બનાવ્યા છે. આઈટી ક્ષેત્રે ક્રાંતિ સર્જવામાં ફકીરચંદ કોહલીનું સ્થાન અને તેમનું કાર્ય ખુબજ મોટુ છે જેની નોંધ પાત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં પ્રચલીત છે. આઈટી ક્ષેત્ર ફકીરચંદ કોહલીને આઈટી ક્ષેત્રના પિતામહ પણ માને છે. હાલ ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તે અત્યંત નશીબદાર છે. કારણ કે તેઓએ તેમની સાથે કાર્ય પણ કર્યું છે અને ટીસીએસમાં તેઓને ટ્રેઈની તરીકે પણ તેઓની પસંદગી કરવામાં આવી હતી.
આઈટી ક્ષેત્રે સંકળાયેલા નામાંકીત તજજ્ઞોનું માનવું છે કે, ફકીરચંદ કોહલી કોઈ દિવસ પોતાના વ્યક્તિગત વિકાસ માટે નહીં પરંતુ સમાજના ઉત્થાન અને સારી ટીમ બનાવવા માટે હરહંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. ત્યારે તેમની ૯૬ વર્ર્ષે વિદાય થતાં આઈટી ક્ષેત્રને સૌથી મોટો ઝટકો અને ફટકો પડ્યો છે જેની ખોટ આગામી અનેક વર્ષો સુધી નહીં પુરી શકાય. ટીસીએસની સ્થાપના જે કરવામાં આવી તેના બાદ વિશ્ર્વમાં જે ઉચ્ચ શિખર પર ટીસીએસ જોવા મળ્યો છે તેનો શ્રેય અન્ય કોઈ નહીં પરંતુ ફકીરચંદ કોહલીના શીરે જાય છે. ૧૯૦ બીલીયન ડોલરના આઈટી ક્ષેત્રને પ્રસ્થાપિત કરવામાં ફકીરચંદ કોહલીનો ફાળો અનેરો રહ્યો છે. હાલ જે રીતે આઈટી ક્ષેત્ર વિકાસની ગતિ પકડી રહ્યું છે તેમાં કોઈ એક વ્યક્તિનો જો ફાળો હોય તો તે ફકીરચંદ કોહલી હતી. એ સમયની દિર્ધ દ્રષ્ટિ હાલ આઈટી ક્ષેત્ર માટે આશિર્વાદરૂપ સાબીત થઈ છે. ત્યારે તેમની વિદાય વેળાએ એ વાત સ્પષ્ટ છે કે, તેમની ખોટ કોઈ નહીં પૂરી શકે અને જે દિર્ધ દ્રષ્ટિ તેમની જોવા મળી છે તેનો ફાયદો હજુ આગામી વર્ષો સુધી આઈટી ક્ષેત્રને મળતો રહેશે.