- મહેશ્ર્વરી, લીલાવંતી અને સાગર દર્શન અતિથીગૃહના રૂમ ઓનલાઇન બુકીંગ કરી 174 યાત્રાળુ સાથે રૂ. 33.38 લાખની છેતરપિંડી કરી
- રાજસ્થાનના શખ્સને ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીએ ધરપકડ કરી દસ દિવસના રીમાન્ડ પર લેવા કોર્ટનો હુકમ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જયોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રાળુઓને ઓન લાઇન રૂમ બુક કરી છેતરપીંડી કરતી રાજસ્થાનની ગેંગના એક શખ્સની પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતા સોમનાથ ટ્રસ્ટના મહેશ્ર્વરી, લીલાવંતી અને સાગર દર્શન અતિથિ ગૃહના નામે 174 જેટલા યાત્રાળુઓ સાથે રૂ. 33.38 લાખની ઓનલાઇન છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. રાજસ્થાની શખ્સને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે દસ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોઇ અજાણ્યા ઇસમોએ શ્રી સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી તેમજ સાગર દર્શન અતિથિ ગૃહના નામે ફેંક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓના બુકીંગ કરવાના બહાને કુલ રૂા. ર4,195 ટ્રાન્સફર કરી લઇ સોમનાથ ટ્રસ્ટના નામની વેબ સાઇટ ૂૂૂ.તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ નો દુર ઉપયોગ કરી દર્શનાર્થીઓ સાથે છેતરપીંડી કરી ગુન્હો કર્યાની પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.
જુનાગઢ રેન્જ આઇ. જી. પી. મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજાએ એલ. સી. બી., એસ. ઓ. જી. તથા સ્થાનીક પોલીસની તુરત ટીમ બનાવી આ ગુન્હાની તલસ્પર્શી માહિતી એકઠી કરવા અને ગુન્હાના મુળ સુધી પહોંચી આવા સાયબર ક્રાઇમ કરતા ઇસમને પકડી પાડવા સુચના આપી હતી.
પોલીસે રાશીદ સમસુ જાતે મુસ્લીમ રહે. ગઢી મેવાત, તા. ડીંગ, જી. ભરતપુર રાજસ્થાનની ધરપકડ કરી છે. આરોપીના કોર્ટમાંથી દિન 10 ના રીમાન્ડ મેળવવામાં આવેલ તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના સાયબર ક્રાઇમ મુખ્યત્વે કોમ્પ્યુટર તથા સાયબર ટેકનોલોજી મારફત અમુક ભેજાબાજ કરતા હોય છે અને આવા ઇસમો સરળતાથી પકડાઇ ન જાય તે માટે ગમે તે જગ્યાએથી તેમજ ખોટી ઓળખાણ, ખોટા દસ્તાવેજના ઉપયોગથી બેંક એકાઉન્ટ ખોલી ફેંક વેબપેઇઝ બનાવી આવા ગુન્હાઓ આચરતા હોય જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એ. એસ. ચાવડા માર્ગદર્શન મુજબ એલ. સી. બી.ના એ. એસ. આઇ. રામદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓએ તમામ પ્રકારનું ટેકનિકલ એનાલીસીસ કર્યુ હતું.
રાશીદ સૌપ્રથમ અન્ય લોકોને પેન્સીલ બનાવવાના કામે તેમજ અલગ અલગ કીમીયા અજમાવી લોકોને છેતરીને ઓનલાઇન બેંક એકાઉન્ટ ઓપન કરી તેમા અન્યના નામે ઇસ્યુ થયેલ પોતાના હસ્તકના સીમકાર્ડ નં.રજીસ્ટર કરી આ બેંક એકાઉન્ટ પોતે હેન્ડલ કરતો. ત્યારબાદ પ્રવાસન સ્થળના રૂમ બુકીંગના વેબ પેઇજ બનાવવા માટે ઇન્ટરનેશનલ ડીમેઇન ખરીદી ફેક વેબ પેઇજ બનાવી આ ફેક વેબ પેઇજ પર આ એકાઉન્ટ નંબર તથા મોબાઇલ નંબર દર્શાવેલ. જેથી પ્રવાસી/યાત્રિકો ગુગલ પર સોમનાથ ખાતે રૂમ બુકીંગની સાઇટ સર્ચ કરતા ફેક વેબ પેઇજ જોવામાં આવતા આ વેબ પેઇજ મારફત ઓનલાઇન રૂમ બુકીંગના નામે છેતરપીંડી આચરતો અને આ એકાઉન્ટમાં નાણા જમા થતા તે ઓનલાઇન યુ.પી.આઇ.થી તુરત જ અન્ય ફેક એકાઉન્ટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરી યુ.પી.આઇ. અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર તથા તેમજ અલગ અલગ વ્યકિતઓ દ્વારા અલગ અલગ એ.ટી.એમ.માંથી વિથડ્રો કરેલ. ફ્રોડમાં એક કરતા વધારે માણસો સક્રીય હોય છે.
ઉપરોકત બાબતોને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સા.ના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. એ.એસ.ચાવડા સા.એ તુરત જ આ આરોપીને તાત્કાલીક પકડી પાડવા એક ટીમની રચના કરેલ જેમાં પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ બી.ડી.માવદિયા, તથા પો.કોન્સ.કનકસિંહ કાગડા, એલ.સી.બી.ના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા લાલજીભાઇ બાંભણિયાનાઓએ રાજસ્થાનમાં એક અઠવાડીયા રોકાણ કરી સદર મેવાત એરીયાથી વાકેફ થઇ આ મેવાત એરીયામાં લોકલ માણસો તથા અન્ય ગેંગો આવા ફ્રોડ કરવામાં વધુ પડતા સક્રીય હોવાની વિગતો મળતા સાવચેત રહી આરોપીના રહેઠાણની જગ્યાએ જઇ સઘન પ્રયત્નો તથા ટેકનિકલ સુઝબુઝના આધારે આરોપીના ગામ ગઢી મેવાત ખાતે જતા ત્યાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયા બાદ પણ આગવી સુઝબુઝથી આ આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી. આ આરોપી પાસેથી મોબાઇલ તથા ગુન્હાને લગત સાહિત્ય વિગેરે કબ્જે કરવામાં આવ્યું છે.