ખરાબ હવામાનને લઈ વડાપ્રધાને બીજ નોર ની સભા માં જવાના બદલે કર્યું “વર્ચ્યુલ” સંબોધન ,કહ્યું યોગી સરકારે દરેક વર્ગનો વિકાસ કર્યો છે
અબ તક નવી દિલ્હી
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ખરાબ હવામાન ને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બિજનૌર ખાતેની મુલત્વી વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું, વડાપ્રધાને કરેલા સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં વિકાસ થંભી ગયો હતો અને નકલી સમાજવાદીઓ ને વિકાસ સાથે કોઈ લેવા-દેવા ન હતા, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે દરેક વર્ગનો વિકાસ કર્યો છે
વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ ને લઈને કેટલાય સપના જોયા છે, ઉત્તર પ્રદેશનો વિકાસ હવે કોઈ નહીં રોકી શકે, આગામી 25 વર્ષ ઉત્તર પ્રદેશ માં વિકાસનો સુવર્ણ ધ્વજ ફરકશે, ભૂતકાળમાં ગરીબોનું રાશન પણ ખવાય જવાતું હતું હવે એ પૂર્ણ ભૂતકાળ બની ગયો છે, ભાજપ સમગ્ર દેશને પરિવાર માને છે તેમ જણાવી વડાપ્રધાને કહ્યું હતું કે ભાઈ ભત્રીજા વાદનું રાજકારણ હવે યોગ્ય નથી, પાંચ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં વિકાસનો પ્રવાહ અટકાવી દેવાયો હતો, હવે હાઇવે પર ઝડપથી કામ થઇ રહ્યું છે તેમ જણાવી વિરોધીઓ પર રાજકીય પ્રહારો કરતા કહ્યું હતું કે નકલી સમાજવાદીઓ ને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી