રાજ્યમાં નકલી અધિકારી, નકલી કચેરી અને નકલી ટોલનાકા બાદ હવે નકલી ઓપરેશન કૌભાંડ પણ સામે આવ્યું છે. જેમાં કુટુંબ નિયોજનના ખોટા ઓપરેશન દર્શાવી હેલ્થ વર્કરોએ અંગત લાભ મેળવ્યાની વિગતો સામે આવી રહી છે.
ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા 665 ઓપરેશનો દર્શાવાયા, જેમાંથી હકીકતમાં 85 ઓપરેશનો થયા, બાકીના તમામ બોગસ
રાજ્યમાં નકલી વસ્તુઓ અને વ્યક્તિઓની લાઈન લાગી છે. ત્યાં હવે બોગસ ઓપરેશન અને તેના રિપોર્ટની વિગતો સામે આવી રહી છે. આ મામલે મહેસાણા શહેરમાં કાગળ ઉપર કુટુંબ નિયોજન ઓપરેશનમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મહેસાણામાં 16 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ખોટા ડેટા અપાયા હતા. 665 માંથી માત્ર 85 ઓપરેશન સાચા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. માત્ર 85 ઓપરેશનના નામ અને રિપોર્ટ કાર્ડ મળ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં સાત મહિનામાં થયેલા 665 ઓપરેશન પૈકી 85 ઓપરેશન જ સાચા થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં 665 ઓપરેશનના ડેટા સામે માત્ર 85 ઓપરેશનના નામ અને રિપોર્ટ કાર્ડ મળ્યા છે.
જેના અંગે તપાસ કરતાં વિવિધ વિગતો સામે આવી રહી છે. માત્ર 85 ઓપરેશનના નામ અને રિપોર્ટ કાર્ડ મળ્યા છે. બાકીના તમામ ઓપરેશન બોગસ હોવાનો ખુલાસો થયો છે. જેના અંગે મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં કૌભાંડ હોવાની પણ વિગતો હાલ સામે આવી રહી છે
તેમજ 16 ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા આપ્યાનો ખુલાસો થયો છે. જ્યારે ખોટા આંકડા રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોર્યા છે. ગાંધીનગર રાજ્ય કક્ષાએ સુપરત થયેલા ડેટામાં માત્ર 85 ઓપરેશન જ સાચા દર્શાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવતા તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.