વાહન ચલકો પાસેથી દંડના નામે રોકડ રકમ પડાવતા ત્રણ ઇસમોને મોરબી એસીબી એ કરી ધરપકડ : પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ
માલવણ સુરેન્દ્રનગર માર્ગ રાત્રીના સુમસામ હોવાથી આવારા તત્વો દ્વારા વાહનચાલકોને હેરાન કરી તેમજ ઉઘરાણા કરવામાં અને ચાલુ વાહને ચોરીના અવાર-નવાર બનાવો બનતા હોવાથી પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવાની માંગ ઉઠવા પામી છે. મોરબી એ.સી.બી ની ટીમ દ્વારા દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનો પાસેથી નકલી પોલીસ બની તોડપાણી કરતા ત્રણ શખ્સોને મોરબી અઈઇ ની ટીમમે ઝડપી લીધા છે.
મળતી માહિતી અનુસાર, એસીબી મોરબીને ટોલ ફી નંબર-1064થી માહિતી મળેલ કે, દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન કરી વાહનો પાસેથી રૂ.100/- થી રૂ.1000/- સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવે છે.
“જે મળેલ આધારભુત માહિતીની ખરાઈ કરવા મોરબી એસીબી પીઆઈ જે.એમ.આલ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવા ડીકોયરનો સહકાર મેળવી છટકુ ગોઠવ્યું હતું જે દરમિયાન સહકાર આપનાર ડીકોયર પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન રોકી મયુદિન કેશુભાઈ સોલંકી નામના શખ્સે રૂ.200ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી ઇમરાન અબ્દુલ ઢમઢમા તથા અવેશ સીકંદર પરમાર નામના ઈસમો પકડાયા હતા. તથા તેઓની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ રૂ.16000 ની કિંમતના તથા આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર જેની કિંમત રૂપિયા 70000 તથા રોકડા રૂપિયા 20,810 કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી ધોરણ સન્ની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે .પંડ્યા ના માર્ગદર્શન હેઠળ મોરબી એ.સી.બી .નાં પીઆઇ જે. આર. આલ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.