સોશિયલ મીડિયાનો ક્રેઝ ચરમશીમાંએ પહોંચ્યો છે. આજના યુગમાં સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાનો વધુ સમય પસાર કરી રહ્યા છે ત્યારે હવે મીડિયા પણ ડિજિટલ બનીને લોકોને ડિજિટલ સમાચારો પરિસવા લાગ્યા છે. તેમાં પણ ઘણા પ્લેટફોર્મમાં તો ઠેક ઠેકાણે ઘણી ધોરી વગરના મીડિયા ફૂટી નીકળ્યા છે.
ખરેખર મીડિયા એટલે સમાજનો અરીસો. તેમાં આવેલી વિગતો ઉપર સમાજ આંધળો વિશ્વાસ કરતું હોય છે. ત્યારે મીડિયા ઉપરની લોકોની વિશ્વસનીયતા જ તેના માટે સર્વસ્વ હોય છે. પણ આજના ડીજિટલ યુગમાં ઘણા બે જવાબદાર કહેવાતા મીડિયા ઝડપની લ્હાયમાં ભૂલો કરી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેને ફેક ન્યુઝ પણ કહી શકાય.
તાજી ઘટના જ જોઈએ તો 20મી ડિસેમ્બરે કાનપુર અદાલતે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 10 વર્ષની જેલ અને રૂ. 30 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસને અમુક ન્યૂઝ વેબ પોર્ટલ દ્વારા ઉત્તરપ્રદેશના પ્રથમ લવ જેહાદ પ્રકરણ તરીકે રજૂ કરી દેવામાં આવતા ફેક ન્યૂઝ ફેલાયા હતા.જો કે, હકીકત એ છે કે ઉત્તર પ્રદેશે ગેરકાયદે ધર્મ પરિવર્તન એકટ 2021ને થોડા સમય પૂર્વે જ મંજૂરી આપવામાં આવી છે
ત્યાંના ન્યુઝ પોર્ટલોએ આ ભૂલ ભલે અજાણતાથી કરી હોય પણ સમાજ આ ન્યૂઝથી ગેરમાર્ગે દોરાયો હતો. જો કે આવી ભૂલો અજાણતા થી જ થતી હોય એવું નથી.ઘણા પીળા પત્રકારત્વમાં આવું જાણી જોઈને પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં અત્યારે ફેક ન્યુઝનું પ્રમાણ ખૂબ વધ્યું છે. બહાર હેડલાઈનમાં વાંચકોને આકર્ષવા કઈક ઓર જ બતાવવામાં આવે છે અને અંદર હકકિત કઈક ઓર જ હોય છે. આમ વ્યુ મેળવવા માટે આવા કિમીયાઓ અજમાવવામાં આવે છે. આવા બેજવાબદાર પોર્ટલો ઉપર સરકારે હવે કડક હાથે કામ લેવાની જરૂર છે જે મીડિયાની છબી ખરડી રહ્યા છે.