ફેસબુક એક નવા ફીચર્સનું ટેસ્ટીંગ લઈ રહ્યું છે. જે યૂઝર્સને ફેસબુક ઓપરેટ કરતી વખતે તેમાંથી બહાર આવ્યા વિનાજ, એક ક્લિકે જે તે ન્યૂઝના ઓરિજીનલ સોર્સ પહોંચાડશે. આનાથી લોકોને ખોટી માહિતી-અફવાઓથી બચાવી શકાશે.આ ફીચર્સનું ટેસ્ટીંગ ટુક સમયમાં જ પૂર્ણ થવાનું છે અને જલ્દીથી તમારા મોબાઈલ અને લેપટોપમાં આ ફીચર્સનો ઉપયોગ કરી શકશો.
આ રીતે મળી શકશે ઇન્ફોર્મેશન
નવા અપડેટ બાદ ફેસબુકની ન્યૂઝ ફિડમાં દેખાઇ રહેલા ન્યૂઝ આર્ટિકલની સાથે એક બટન દેખાશે. તેના પર ક્લિક કરવાથી ન્યૂઝ પબ્લિશર વિશે પુરેપુરી માહિતી મળી જશે. તેને ક્લિક કરતાં જ ન્યૂઝ પબ્લિશરનું વીકિપીડિયા પેજ ખુલી જશે. જો તેનું વીકિપીડિયા પેજ નહીં હોય તે ફેસબુક બીજા સોર્સ પાસેથી પબ્લિશરની પ્રૉફાઇલ અવેલેબલ કરાવશે.