ગ્લોબલ ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા કંપનીઓ વિરુઘ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતો રીપોર્ટ ગૃહમંત્રી રાજનાથસિંહને સોંપાયો
ફેક ન્યુઝને રોકવા સરકારે કમર કસી છે. ફેક ન્યુઝના કારણે થતી હિંસાઓના જવાબદાર હવે ભારતની ગ્લોબલ ઈન્ટરનેટ અને સોશ્યલ મિડીયા કંપનીઓના પ્રમુખો ગણાશે. કેન્દ્ર સરકારની ટોચની સમિતિએ આ અંગે અહેવાલ પ્રસ્તુત કરતા ભલામણો કરી છે કે, આઈટી જાયન્ટસને આધાર ઉપર આરોપી ગણાશે કે તેમના પ્લેટફોર્મની મદદથી ફેક ન્યુઝ ફેલાયા અને હિંસાઓ થઈ જેમની સામે ફોજદારી સહિતની ફરિયાદો દાખલ થશે.
ગૃહ સચિવ રાજીવ ગૌબાની અ્ધ્યક્ષતાવાળી આંતર મંત્રાલય કમિટીએ પોતાનો આ અહેવાલ ગૃહમંત્રી રાજનાથસિંહને સોંપ્યો છે. કમિટીમાં સામેલ સભ્યોએ અલગ-અલગ રાજયોમાં બનેલી ટોળાની હિંસાઓની તપાસ કરી છે અને તેમાં ઈન્ટરનેટ પ્લેટફોર્મની જ ભૂમિકા હોવાનું સામે આવતા કમિટીએ આ પ્રકારે માંગ કરી છે કે ઈન્ટરનેટ જાયન્ટસ વિરુઘ્ધ કાર્યવાહી થાય. આ અહેવાલ ગૃહમંત્રીને સોંપાયો છે જોકે આ ઉપર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. મંત્રી મંડળ દ્વારા જ અંતિમ નિર્ણય લેવાશે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપાશે.
કાનુન અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પણ ફેક ન્યુઝને લઈને કંપનીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી ચુકયા છે. સમિતિના રીપોર્ટ પર અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાંતો પાસેથી રાય પણ લેવાઈ છે. જેમાં નોંધાયું છે કે, સોશિયલ મિડીયા કંપનીઓ અને વોટસએપ જેવી ઈન્સ્ટન્ટ મેસેન્ઝર કંપનીઓએ ફેક ન્યુઝ ટ્રેસ કરવા અને તેના રોકવાની જવાબદારી લેવી જ પડશે અને ફેક ન્યુઝ દ્વારા થતી હિંસાખોરી મળે તેમને જ જવાબદાર ગણાશે.