જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનાં નુનારડા ગામેથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો. નકલી ઘી અંગેની બાતમી એએસપીને મળી હતી. ત્રણ અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બા જપ્ત કરી પુરવઠા વિભાગ અને એફએસએલને કરાઇ જાણ. આ નકલી ઘી નો જથ્થાની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે અને આ ઘીના જથ્થાને હાલ સ્થગિત કરાવામાં આવ્યો છે. આ નકલી ઘીનું ગોડાઉન એક નડિયાવાળા કારખાનામાં ચાલતું હતું. આ ગામના ભીખાભાઇ રામના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બા સિઝ કરીને એફએસએલ તેમજ જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી. પોલીસે અલગ અલગ બ્રાંડના કુલ 130 ડબ્બા ભરેલા જથ્થો સીઝ કરી આ ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ છે કે ભેળસેળ તે અંગેની ખરાઈ માટે એફએસએલ અને જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી દેવામાં આવી છે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં