મોરબી જીલ્લામાં નકલી ડોકટરો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસની બોલબાલા જોવા મળી રહી છે અને નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેમ તાજેતરમાં વિવિધ સ્થળેથઈ નકલી ડોકટરો ઝડપાયા બાદ તાજેતરમાં એસઓજી ટીમે એક સાથે ચાર બોગસ ડોકટરોને ઝડપી લીધા છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ જે એમ અાલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર બોગસ ડીગ્રી રાખી દવાખાના ચલાવતા ડોકટરો અંગે મળેલી બાતમીને આધારે ઢુવા પીએચસીના મેડીકલ ઓફિસર ટી એ શેરશીયાને સાથે રાખી દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બાલાજી હોસ્પિટલ નામના દવાખાનામાં તપાસ કરતા આરોપી સુરેન્દ્રકુમાર રામનરેશ પ્રસાદ ગુપ્તા (ઉ.વ. રહે મૂળ બિહાર હાલ રાતાવીરડા તા. વાંકાનેર વાળાને ઝડપી લેવાયો છે જયારે બીજા દરોડામાં ક્રિશ્ના કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા આરોપી ભદ્રેશ મનસુખ રામાવત (ઉ.વ.૨૭) રહે જોધપર નદી તા. મોરબી વાળો ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હોય જેની અટકાયત કરી છે તે ઉપરાંત ઓમ નામના કારખાનામાં તપાસ કરતા આરોપી હિતેશ ગુલાબ શ્રીમાળી (ઉ.વ.૨૦) રહે રોહીદાસ બાપુના મંદિર બાજુમાં મોરબી વાળાને ઝડપી લીધો છે તે ઉપરાંત ઓમ નામના દવાખાનામાં આરોપી પ્રદીપ પ્રશાંત મંડળ (ઉ.વ.૨૭) રહે મૂળ પશ્ચિમ બંગાળ હાલ માટેલ તા. વાંકાનેર વાળાને ઝડપી લેવાયો છે એસઓજી ટીમે કુલ ચાર બોગસ તબીબોને ઝડપી લઈને એલોપેથીક દવાઓનો જથ્થો અને સાધનો મળી કુલ ૫૯,૭૯૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને અમમ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, જયપાલ