જિલ્લાભરની પોલીસને હંફાવતો ‘કમલો’ પ્રોબેશન પીએસઆઈએ ગોઠવેલી જાળમાં આબાદ રીતે ફસાયો

ધોરાજીમાં એક વિચિત્ર અને માથાભારે તથા મરણીયો હીસ્ટ્રીશીટર કમલો છોટુ હતો તે ચોરી, લૂંટ, મારામારી ઉપરાંત ચારિત્ર્યને લગતા હીન ગુન્હાઓ પણ કરતો. શાંત અને સજજન નાગરીકો તેના ભયથી કે બે ઈજજતી થવાના ડરથી બને ત્યાં સુધી પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા. કમલાની જીંદગીના બેજ ભાગ હતા કાંતો તે જેલમાં હોય અથવા તો કોઈ ગુન્હામાં વોન્ટેડ એટલે કે નાસતો ફરતો હોય. જેલમાંથી છૂટયા બાદ જવલ્લે જ ૧૦-૧૫ દિવસ ખાલી જાય ત્યાં તેના વિ‚ધ્ધની ફરિયાદોનો દોર શ‚ થાય ખાસ તો વેપારીઓ કમલાથી ત્રાહીમામ હતા કેમકે કમલાની ભીખ માગવાની પધ્ધતિ જુદી હતી તે છરી લઈનેજ વેપારી કે રાહદારી પાસે ભીખ માગતો, જો કોઈ ભીખ ન આપે તો છરો મારી દેતો અને ભગોડો થઈ જતો.

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં લઘુમતીઓનાં ખાટકીવાડ મતવા શેરી ઝુલાયાવાસ વિગેરેની વચ્ચે આ કમલાનું એક ઓરડીનું મકાન હતુ તેમાં કમલો અને તેની બહેન ઝુબલી બેજ જણા રહેતા હતા ઝુંબલી બીજા લોકોના ઘર કામકાજ કરી અને મજુરી કરી ગુજરાન ચલાવતી કમલાને તો કોઈ ધંધો હતો નહિ અને કરતો પણ નહિ દુનિયા આખી તેના માટે જ મહેનત કરે છે તેમ તે માનતો.

કમલો જેલમાંથી છૂટે એટલે ઝુંબેદાને મુશ્કેલી અને ઉપાધીનો પાર નહિ જયારે તે પાછો પકડાય ત્યારે ઝુબલી ને નિરાંત થાય કમલાનાં આવા પરાક્રમોને કારણે કમલો અને ઝુબેદા બંને જણા લગ્નની ઉમર વટાવી ગયા હતા અને બંને ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના થઈ ગયા હતા પણ કોણ હાથ ઝાલે ?

કમલો જયારે ગુન્હો કરતો ત્યારે તે ગુન્હો કરી ને પોલીસ આવે તે પહેલા બહારપરામાં દાખલ થઈ જતો ખાંચા ગલીનો પાકો જાણકાર અને બીજો કમલાનો ડર આથી તે ગમે ત્યાં ઘૂસી જાય તો પણ કોઈ કાંઈ બોલતુ નહિ અગાઉ કમલાએ પોલીસ ઉપર પણ ખૂની હુમલા કરેલા હતા જેથી એકલ દોકલ પોલીસ વાળો કમલાને પકડવા બહારપૂરામાં જતો નહિ ખરા અર્થમાં કમલો હેવાન હતો. પાંચ દસ ગુન્હા નોંધાય નહિ ત્યાં સુધી તો કમલો વોન્ટેડ જ હોય. ઘણી વખત તો કમલો આખુ આખુ વર્ષ વોન્ટેડ રહેતો તેથી ગામ લોકો, આગેવાનો કમલાના ત્રાસની ખૂબ રજુઆતો વિવિધ કચેરીઓમાં કરે અને છાપામાં પણ પોલીસની ખૂબ ટીકા થાય ત્યારે ઉચ્ચ અધિકારીઓ કડક વલણ અખત્યાર કરે ત્યારે પોલીસ સ્ટેશનમાં એક સ્પેશ્યલ સ્કોડ ‘કમલા સ્કોડ’ની નિમણુંક થતી તેમાં ચુનંદા અને કમલાને ઓળખતા તથા અગાઉ તેને પકડવાની ટીમમાં સામેલ રહી ચુકેલા જાણકાર જમાદારો અને કોન્સ્ટેબલોની નિમણુંક થતી છતા જો કમલો ન પકડાયતો અગાઉ ધોરાજીમાં નોકરી કરી ગયેલા પરંતુ હાલ બીજા પોલીસ સ્ટેશનોમાં હોય તેવા જમાદારોની પણ ધોરાજી ‘કમલા સ્કોડ’માં ખાસ નિમણુંક થતી.

આ સ્કોડ કાર્યાવિન્ત હોય ત્યારે પણ કમલો પડકાર ‚પ પરાક્રમો કરતો દિવસમાં બબ્બે વખત બજારમાંથી ‘આવ્યો’ના ફોન આવતા પણ પોલીસ પહોચે તે પહેલા ઉંદરડાની જેમ તે અદ્રશ્ય થઈ જતો. ઘણી વખત તો ટેલીફોન આવ્યાબાદ પણ ગુન્હો કરી નાસી જતો.

અગાઉ જયારે ‘કમલાસ્કોડ’ની ઘણી રઝળપાટ અને રાત ઉજાગરા બાદ કમલો પકડાતો ત્યારે પાંચ છ પોલીસે તેને ઘેરી લીધા બાદ ઝપાઝપી કરી સામનો કરી અને પોલીસ સાથે મારામારી કરીનેજ પકડાતો કમલો પકડાયાબાદ તેની જે સર્વીસ થતી તે હડકાયા કુતરાને થતી સર્વીસ જેવી જ થતી પરંતુ તેથી કમલાને કોઈ અસર કે ફેર પડતો નહિ. કુતરાની પુછડી વાંકીને વાંકી તેની સર્વીસ ચાલુ હોય ત્યારે પણ તે બિભત્સ ગાળો બોલી રોફ કરતો અને ફરિયાદી કે બાતમીદારને તો દાંત કચકચાવીને છૂટી ને જોઈ લેવાની ધમકી આપતો કમલો પોતાના કેસ કોર્ટમાં પોતે જ લડતો કોઈ વકીલ રાખતો નહિ. લોકઅપમાં તેની સાથે જો કોઈ અન્ય તહોમતદાર હોય તો તેનું તો આવી જ બને તેની સાથે કલ્પના ન થાય તેવી કૃત્યો તે કરતો પોલીસે દયા ખાઈ બીજા આરોપીઓની બીજી વ્યવસ્થા કરવી પડતી.

કમલાનો આ દુષ્ટ અને હીણપત ભર્યો ઈતિહાસ ફોજદાર જયદેવે જાણ્યો. હાલમાં પણ કમલો ત્રણ ચાર ગુન્હામાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ હતો. જયદેવે મનોમન આ કમલાને પકડવાનો પડકાર ઉપાડી લીધો.

જયદેવે સૌ પ્રથમ કમલાનાં આશ્રય સ્થાન ગુન્હો કર્યા પછીની વર્તુણુંક મળવાના અને ગુન્હો કરવાના પસંદગીના સ્થળો હથીયાર અને આદતોનો અભ્યાસ કર્યો કમલાના આશ્રય સ્થાનોમાં મુસાફરખાના, યતીમખાના, કબ્રસ્તાનો, ભાદરનદીનો કાંઠો અને બહુભીંસ વધે તો થોડા દિવસ ઉપલેટા નાસી જતો કોઈ નકકી સ્થાન નહતુ ગુન્હો કરતી વખતે તે અવશ્ય ચીકકાર દા‚ પીધેલો જ હોય તે સિવાય ગુન્હો કરતો નહિ તેના ગુન્હો કરવાના સ્થળ બહારપૂરાની ત્રણ દરવાજા સુધીના હતા નવા ધોરાજી કે સ્ટેશન રોડ બાજુ આવતો નહિ.

હથીયારમાં મોટો છરો ચોવીસેય કલાક પોતાની પાસે નેફામાં રાખતો પણ ગુન્હો કરતી વખતે અને રાત્રે સુતી વખતે છરોમાંથા પાસે રાખતો.

આદતોમાં દા‚પીને જ ગુન્હો કરતો અને ગુન્હો કર્યા પછી ગમેતેની સાયકલ છરો બતાવીને લૂંટી લઈને સાયકલ ઉપર નાસી જવાનું ભોળાના પાટીયે વેશ્યાવાડામાં પણ દા‚પીને છરો લઈને જતો ત્યારે વેશ્યાઓમાં પણ ભાગાભાગી થતી પણ જે હાથમાં આવે તેની સાથે પશુ જેવો ઘાતકી વ્યવહાર કરી બટકા ભરીને તોડી પણ નાખતો પરંતુ આટલા સમયમાં કમલાનો જનતાએ કોઈ સામનો કર્યો નહતો.

સૌથી મુશ્કેલ વાત એ હતી કે તે રાત્રે સુતો કયાં તેની કોઈ ને ખબર નહતી જયદેવ ધોરાજીમાં અજમાયશી ફોજદાર તરીકે આવેલ હતો. પોલીસનો વહીવટ પ્રાયોગીક ધોરણે શીખવા આવ્યો હતો.તેને કમલાને પકડવાની કોઈ અંગત જવાબદારી નહતી આથી એક દિવસ જયદેવ અને સિનિયર ફોજદાર સુથાર ચેમ્બરમાં એકલા બેઠા હતા ત્યારે જયદેવે કમલાને પકડવો છે તેમ વાત કરી આથી સુથારે જયદેવને કહ્યું બાપુ તમારે તો પ્રોબેશન પીરીયડ છે. મજા કરો ને તમારે આવી કોઈ બબાલમાં નથી પડવું કમલા માટે તો અમે છીએને વળી પેલી ‘બુજજરદાદા’ વાળી ઈન્કવાયરી તો હજુ ચાલુ છે, મુકોને માથાકુટ પરંતુ જયદેવે વાત પકડી રાખતા સુથારે કહ્યું ભલે તમારા અભિયાન (ઓપરેશન) માટે જે પોલીસ દળના સભ્યોની જ‚ર હોય તે હાજરી માસ્તર મહાવીરને કહી દેશો જેથી તે માણસો કાયમી ધોરણે તમારી સાથે અને સરકારી જીપની જયારે જ‚ર પડે ત્યારે લઈ જવાની છૂટ આપતા જયદેવને કમલો પકહવાનો પડકાર સફળ થવાની આશા જાગી.

જયદેવે જુના ને બદલે નવા યુવાન બે કોન્સ્ટેબલો ચંદ્રભાણ અને મધા સેલારભાઈની પસંદગી કરી. તે બંનેને બોલાવી જયદેવે પોતાના ડી સ્ટાફમાં રહેવા ઈચ્છા છે કે કેમ તેની પૂછપરછ કરી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો જમાદારોને અન્ય બાંધી નોકરીને બદલે ડી સ્ટાફની મુકત નોકરી વધુ પસંદ હોય છે. આથી બંને જણાએ કહ્યું કે પોતે પુરી તાકાત થી કામ કરશે અને ગુનેગારોના છકકા છોડાવી દેશે. જયદેવે કહ્યુ સા‚ પરંતુ આ બાબતને હકિકતમાં ફેરવી સમગ્ર જીલ્લામાં નોંધ લેવાય તેવું કામ કરવાનું છે.

એક અઠવાડીયામાંજ મધા અને ચંદ્રભાણે ધોરાજી શહેરનાં દા‚ જુગાર વિગેરેની રેડો કરી ઢગલા બંધ કેસો કરી સન્નાટો ફેલાવી દીધો જયદેવને પણ કામગીરી કરવાની તકમળી

દરમ્યાન એક દિવસ જયદેવ પોલીસ સ્ટેશનમાં હાજર હતો અને એક મારામારીની ફરિયાદ આવી તેમાં તહોમતદાર તરીકે આ કરીમ ઉર્ફે કમલો હીસ્ટ્રીશીટરનું જ નામ હતુ ફરિયાદી ઈબ્રાહીમ આમતો કમલાનો મીત્ર જ હતો. કમલો વોન્ટેડ તો હતો જ તેમાં આ એક ગુન્હાનો વધારો થયો જયદેવને મોકો મળી ગયો તેણે મધા અને ચંદ્રભાણને બોલાવીને સૂચના કરી દીધી કે હવે ‘કમલો’ પકડવાનું કામ જ પ્રથમ કરવાનું છે. બાકી બધુ પછી કમલાની પાકકી બાતમી લાવવા બંને જણાને કહ્યું.

એક અઠવાડીયા સુધી કોઈ બાતમી મળી નહિ કમલો બજારમાં દેખાય ને વિજળીની જેમ અલોપ થઈ જતો જયદેવે વિચાર્યું કે ઈબ્રાહીમને જ છરી વાગી છે. તેનો જ બુધ્ધી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ જયદેવે ચંદ્રભાણને ઈબ્રાહીમને બોલાવવા સૂચના કરી જયદેવ, ચંદ્રભાણ અને મઘો ઈબ્રાહીમને જેતપૂર જકાત નાકે મળ્યા ખાનગી મુલાકાત કરી જયદેવે ઈબ્રાહીમને પૂછયું કમલો પકડાય તેમાં તું ખુશી કે નહિ? ઈબ્રાહીમ સમજી ગયો, તેણે કહ્યું મેં અગાઉ બે વખત કમલાને પકડાવવા માટે ટેલીફોનથી પોલીસ સ્ટેશને જાણ કરેલી પરંતુ પોલીસ આવે તે પહેલા જ કમલો કામ પતાવીને નાસી જતો. જયદેવે તેને એક યોજના આપી કે કમલો તારી સાથે સમાધાન કરી સાથે દા‚ પીએ કે નહિ? આથી ઈબ્રાહીમે કહ્યું હા તેને વાંધા જેવું કાંઈ છે જ નહિ પરંતુ પીવા માટે નો સમય અને સ્થળતો કમલોજ નકકી કરે. જયદેવે ઈબ્રાહીમને સો ‚પીયા આપી દા‚ પીવાની પાર્ટી ગોઠવવાનું કહ્યું ઈબ્રાહીમ તૈયાર થઈ ગયો.

જયદેવ જાણતો હતો કે આ કૃત્ય પણ એક ગુન્હાઈત કાવત્રુ અને પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો જ હતો. પરંતુ કમલાને પકડવા માટે આ સિવાય કોઈ ઉપાય નહતો. બીજા ગંભીર ગુન્હા અયકાવવા અને જાહેર હીતમાં ‘કડવું ઓસડ દર્દને કાપે’ તે ન્યાયે અમલ કરવાનું નકકી કર્યું કેમકે હાલનાં રાજકીય સામાજીક તથા ગુન્હાહિત સંજોગોમાં કાયદાની છટક બારીનો ગુન્ગારો જ વધુ લાભ મેળવે છે. જયારે સામે પોલીસ દળ મર્યાદીત સંખ્યા બળ અને અતિ કાર્યભારણ ‘રાત થોડીને વેશ જાજા’ એટલા કામો હોય તે સંજોગોનો ધંધાદારી ગુનેગારો બહુ સીફતતાથી લાભ લે છે. અને સજજન લોકો લૂંટાય છે. ત્રાસ પામે છે.

બીજા દિવસે રાત્રે નવ વાગ્યે ચંદ્રભાણ જયદેવ પાસે આવ્યો અને માહિતી આપી કે ઈબ્રાહીમ કહ્યું છે કે ફૂલવાડી કબ્રસ્તાનની પેલે પાર પડતર જમીનમાં સાડા નવ વાગ્યે પીવાનો કાર્યક્રમ નકકી થયો છે. ધોરાજીમાં પાંચેક મોટા કબ્રસ્તાન શહેરની ફરતે આવેલા તેમાં આ ફૂલવાડી કબ્રસ્તાનની પેલે પાર ચોકકસ કઈ જગ્યાએ કાર્યક્રમ છે તે ત્યાં જતા જણાવી દેશે જયદેવે તુરત જીપને તૈયાર કરી ડ્રાઈવરને અડધા કલાક પછી ચોકકસ જગ્યાએ આવવાનું કહી મધો ચંદ્રભાણ અને જયદવે ત્રણે જણા સાયકલો લઈ ને રવાના થયા.

પીરખાના ચોકથી પસાર થતા એક ઈસમ ચંદ્રભાણને મળ્યો અને કાંઈક વાત કરી. થોડે આગળ જઈ ચંદ્રભાણે કહ્યું કે કબ્રસ્તાન વટીને મહેદીની વાડ બાજુમાં બેઠા છે ત્રણે જણા સાદા કપડામાં હતા અને અંધા‚ હોય કોઈ ઓળખી જવાનો ડર ન હતો. જયદેવે મધા અને ચંદ્રભાણને માથા ઉપર હાથ ‚માલ બાંધી લેવા સુચના કરી પોતે પણ હાથ ‚માલ બાંધી લીધો. ત્રણે જણ થોડીવાર રોકાયા કેમકે થોડો વધુ નશો ચડે તો દોડીને ભાગી શકે નહિ. થોડીવારે મધાએ કહ્યું સાહેબ હવે તમામને ફટકી લાગી ગઈ હશે જઈએ. ત્રણે જણાએ કબ્રસ્તાનમાં લપાતા છુપાતા અંતર કાપ્યું. ઘનઘોર અંધારું તમરાને આવાજ નાની મોટી કબરો અને કયારેક કયારે ચિબરીનો અવાજ વાતાવરણને ભયજનક બતાવતું હતું. પેલે બે જણ જેવા થોડા દેખાયા એટલે ત્રણે જણા વાડની બાજુમાં બેસીને બેઠા બેઠા થોડું અંતર કાપ્યું અને જેવા નજીક પહોંચ્યા તેવા જ ત્રણે જણા કમલા ઉપર તુટી પડયા. જયદેવે કમલાએ છટકવા ધમપછાડા કર્યા પણ ચંદ્રભાણે કમલાને બજામાં કચકચાવીને પકડયો હતો. ઈબ્રાહીમ છટકી ગયો. પરંતુ કમલો ચીકકાર દા‚ પીધેલો હતો તેથી ઈરાદાપૂર્વક પગલા નહિ માંડતા ત્રણેય જાણ એ કમલાને ખેંચી ઢસરડીને રોડ ઉપર લાવ્યા. અહિં કમલાની મદદે કોઈ આવે તેમ ન હતું. ચંદ્રભાણ નક્કી કરેલ જગ્યાએ ઉભેલ જીપને લઈ આવ્યો. ટીંગાટોળી કરી કમલાને જીપમાં નાખી હાથકડીનો એક છેડો સીટ સાથે બાંધી દીધો.

જયદેવે જીપને બહારપુરાના મુખ્ય વિસ્તારોમાં ફેરવી પીરખાના ચોકમાં ઉભી રાખી. જયદેવે ચાનો ઓર્ડર આપ્યો. તમામે આરામથી ચા પીધી પરંતુ આ સમય દરમ્યાન કોઈ માણસ જીપની આજુબાજુ ફરકયો પણ નહિ. સામાન્ય રીતે પોલીસની જીપ આ વિસ્તારમાં આવે ત્યારે લોકો “અચીવીયો અચીવીયો બોલતા બોલતા પુષ્કળ ભેગા થઈ જતા હતા. આથી પોલીસે પરાણે તગડવા પડતા. પરંતુ આજે જીપ આવતા જ દુકાનો બંધ થવા લાગી. તમામને ખબર પડી ગઈ કે નરપીચાસ પકડાઈ ગયો છે. અમુક લોકોએ તો પોલીસ સ્ટેશને તથા છાપાવાળાને પણ ટેલીફોનથી જાણ કરી દીધી કે કમલો પકડાઈ ગયો ! આખી બજારમાં અને ગામમાં આ સમાચારથી ઉત્તેજના સાથે હાશકારો થયો કે હાશ થોડા મહિના તો નિરાંત.

સામાન્ય રીતે કમલો એકાદ વર્ષે છુટતો અને પછી લાંબો સમય નાસ્તો ફરતો રહેતો તેથી લોકો માટે તથા છાપાવાળા માટે ‘કમલો પકડાયો’ના સમાચાર નવાઈ ‚પે જ હતા. જયદેવ પોલીસ સ્ટેશને જીપ લઈને આવ્યો ત્યાં સીનીયર ફોજદાર સુથાર સામે આવીને જયદેવને અભિનંદન આપી કહ્યું કે “બાપુ ભાયડાનું કામ કર્યું

પોલીસ સ્ટેશનમાં ઘણા લોકો એકઠા થયા હતા અને પ્રેસ પ્રતિનિધિઓ પણ આવી ગયા હતા. ખાસ ફોજદાર જયદેવ અને કમલા બન્નેને જોવા ! બીજે દિવસે સમાચાર પત્રોમાં જયદેવ ‘હીરો’ની જેમ છવાઈ ગયો હતો. પણ તે આમ જનતાના હાશકારાનો પૈગામ હતો.

કમલો પકડાયો તો ખરો પરંતુ જયદેવ માટે એક પ્રશ્ર્ન તો ઉભો જ હતો કે જયારે વોન્ટેડ હોય ત્યારે કમલો સુએ છે કયાં ? આ વિગત જાણવી ભવિષ્યમાં પકડવામાં સરળતા રહે તે માટે જ‚રી હતી. કમલો રીઢો હતો તેને કોઈ પણ પ્રકારની પુછપરછમાં આ હકીકત મળે તેમ ન હતી. કમલાને લોકઅપમાંથી આખી રાત મચ્છરોએ ઠોલી ખાધેલો હોય તેમજ નશાના ઉતારમાં હોય ઢીલોઢફ હતો. તેનું શરીર તુટતું હતું. જયદેવે ચંદ્રભાણને સમજાવીને લોકઅપમાં મોકલી લલચામણી ઓફર દા‚ની કોથળીની કરી કે સાચુ કહે અને જગ્યા બતાવે તો દા‚ની કોથળીઓ મળશે. આથી કમલો તૈયાર થયો.

જયદેવે સરકારી જીપ તૈયાર કરી હાથ કડી રસ્સાથી કમલાને બાંધી પુરી તકેદારી સાથે ભાગવાનો કોઈ મોકો ન મળે તે રીતે જગ્યા તે બતાવે તે રીતે આવતા જે આશ્રય સ્થાન બતાવ્યું તે જોઈને જયદેવ અચંબો પામી ગયો. મનુષ્યની જીંદગી પુરી થયા પછીનું મૃતદેહનું અંતિમ વિરામ સ્થાન હતું. ‘કબ્રસ્તાન’ જયદેવે પુછયુ કમલા ખુલ્લામાં કેવી રીતે ? તો કમલાએ એક મોટી આરસની કબર પાસે જઈ એક લાદી ખસેડી તો કબર નીચે મીની ગુફા બખોલ બનાવેલ હતી. જેમાં એક વ્યક્તિ આરામથી સુઈ શકે તેવી અને લઘુત્તમ જ‚રીયાતો રહી શકે તેવી કમલાએ બનાવેલી હતી.

દિવસના સમયે પણ આરામ કરવો હોય કે પોલીસનું દબાણ હોય ત્યારે કે ગુન્હો કર્યા પછી તુરંત અહીં આવીને તે સુઈ જતો અને બખોલનું પ્રવેશદ્વાર જાતે લાદીથી ઢાંકી દેતો ધોરાજીના જેટલા કબ્રસ્તાનો હતા ત્યાં દરેક જગ્યાએ તેણે એક એક આવી સુવિધા બનાવી હતી. જયદેવ ખુબ નવાઈ પામ્યો કે કેવું અલભ્ય આશ્રય સ્થાન ? કોઈને આજદીન સુધી આ ખબર ન હતી પરંતુ તે પણ કમલાની કમાલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.