- દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી: સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈને સ્વામિનારાયણ ભગવાનને જળાભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી
- પત્રકાર પરિષદ યોજી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કારી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું
આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આવતીકાલે હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર અને કાલાવડ રોડ પર જ આવેલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. બપોરના 1.30 વાગ્યે ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.
અહીં તેમણે સ્વામિનારાયણ ભગવાનને જળાભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સાથે હિન્દુરાષ્ટ્ર મુદ્દે અપૂર્વમુનિ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારત આસ્થાઓ પર વિશ્વાસ ધરાવતો દેશ છે.
80 કરોડ હિન્દુઓ ભારતમાં વસવાટ કરે છે. ઘણા લોકો શ્રદ્ધા તરીકે જોવે તો ઘણા લોકો અંધશ્રદ્ધા તરીકે જોવે છે. દરેક વ્યક્તિની અલગ અલગ માન્યતા હોય છે.ધીરેન્દ્દ કુમાર શાસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધતા સનાતન ધર્મનો અર્થ જણાવતા કહ્યું હતું કે, ધર્મ અને જાતિ પર યુદ્ધ ન થવું જોઈએ. સનાતનનો મતલબ છે અંત સુધી રહેવાવાળું છે.વધુમાં તેઓએ કહ્યું હતું કે, મારો દરબાર એક જ હોય છે કોઈ વીવીઆઈપી દરબાર રાજકોટમાં લાગ્યો નથી.
અમે અહીં હનુમાનજીની કૃપા અને વાણી બાટવા આવ્યા છીએ.બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબાએ સાક્ષીની હત્યા પર કહ્યું છે કે, સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુ:ખી છું. આ જોઈને જેનું લોહી ઉકળે નહીં તે જીવતે જીવ મરી ગયા છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે, લોકો અમને કટ્ટરવાદી કહે છે.
લોકો અમને કહે છે કે અમે વિવાદાસ્પદ વાત કરીએ છીએ, તોફાનીઓની જેમ વાત કરીએ છીએ. દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જેનું લોહી પોતાની બહેનોની આવી હાલત જોઈને ઉકળે નહીં. અને જેનું લોહી આ જોઈને ઉકળતું નથી તે મરી ગયો છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ કરીએ છીએ.
તેથી જ આપણે કહીએ છીએ કે આપણું સનાતન મારવાનું શીખવતું નથી, બચાવવાનું શીખવે છે.