અનુષ્કા શર્માના હોમ પ્રોડકશનમાં બનેલી ત્રીજી ફિલ્મ પરી ને પ્રોસિત રોયે ડિરેકટ કરી છે. અનુષ્કા શર્મા સાથે પરમબ્રતા ચેટર્જી રજત કપૂર અને રિતાભરી ચક્રવતીએ ભૂમિકા ભજવી છે. રુપકડુ નામ ધરાવતી આ ફિલ્મ હોરર છે.
સ્ટોરી: ફિલ્મની સ્ટોરી કંઇક આવી છે અર્નબ (પરમબ્રતા ચેટર્જી) પિયાલી (રિતાભરી ચક્રવતી) સાથે મુલાકાત બાદ માતા-પિતા સાથે ઘરે પરત ફરે છે. રસ્તામાં એક અકસ્માત થાય છે અને એક વિચિત્ર ઘટના હેઠળ અર્નબની મુલાકાત સાંકળમાં બંધાયેલી રુખસાના ખાતૂન (અનુષ્કા શર્મા) સાથે થાય છે. અમુક કારણે અર્નબ રુખસાનાને પોતાના તે ઘરે લઇ જાય છે. જયાં તે માતા-પિતાથી અલગ રહેતો હોય છે. વાર્તામાં ટિવસ્ટ ત્યારે આવે છે જયારે હાસિમ અલી (રજત કપૂર) ની એન્ટ્રી થાય છે. તે પછી ઘણા રહસ્યો અંગે ખુલાસા થાય છે શું છે રુખસાનાની કહાણી ? રુખસાનાને પોતાના ઘરે લઇ ગયા બાદ અર્નબની લાઇફમાં કેવી ઘટનાઓ બને છે અને અંતે તેનું પરિણામ શું આવે છે ? આ તમામ સવાલોના જવાબ જાણવા તમારે ફિલ્મ જોવી જ પડશે. ડાયરેશન: પ્રોસિત રોયએ ફિલ્મની કહાની પર શાનદાર કામ કર્યુ છે. ફિલ્મમાં ડરાવવાના સીન્સને સારી રીતે રજુ કર્યા છે જે તમને હચમચાવી દેશે. ડાયલોગ શાનદાર છે. ટીઝર ની જેમ ફિલ્મ પણ લોકોને સરપ્રાઇઝ આપશે. જો કે બીજી તરફ હોરર ફિલ્મસની જેમ આમા પણ સાઉન્ડ ઇફેકટથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનુષ્કાનો રોલ ડરાવનાર ઓછો છે. ફિલ્મનો પ્રથમ હાફ તમને બાંધી રાખે છે તેની સાઉન્ડ ઇફેડટ તમને શોક આપશે પરંતુ ફિલ્મનો બીજા થોડો નિરાશાજનક છે. ફિલોરીના કિરદાર સાથે સરખાવી શકાય. અન્ય સપોટીંગ કલાકારોનું કામ જસ્ટ ઓકે છે. બાય ધ વે અનુષ્કા શર્મા કોહલી આ ફિલ્મની લીડ હીરોઇન હોવાની સાથે નિર્માતા પણ છે.