- બાળકો માટે પરીકથાઓ અલૌકિક રોમાંચનો વિષય: આ અદભૂત પૌરાણિક જીવોએ દરેક જગ્યાએ લોકોની કલ્પના અને તેના વૈવિધ્યસભર ઈતિહાસને કબજે કર્યો છે
- આંતરરાષ્ટ્રીય પરી દિવસ
- વિશ્ર્વમાં તેને પરી, એંજલ, અપ્સરા, ફેરી જેા વિવિધ નામોથી બોલાવાય છે: આપણાં બાળગીતો અને વાર્તામાં પરીઓને વિશેષ સ્થાન અપાયું છે: આપણે બધાએ પાંખો વાળી પરીઓ વિશે સાંભળ્યું છે
નાના બાળકો હોય કે મોટરા બધાએ પરીઓનાં દેશની વાર્તા સાંભળી જ હોય છે. આજે વિશ્ર્વ પરી દિવસ છે, ત્યારે પૃથ્વી પર વસતી દરેક સંસ્કૃતિમાં તેનું અસ્તિત્વ જોવા મળે છે. બાળકો માટે તો પરીકથાઓ અલૌકિક રોમાંસનો વિષય બની જાય છે. આ અદભૂત પૌરાણિક જીવોએ દરેક જગ્યાના લોકોની કલ્પના અને વૈવિધ્યસભર ઈતિહાસને કબજે કર્યો છે. માનવ અસ્તિત્વના પ્રાચિન કાળથી આ પરીઓની કથા કે તેના દેશની વાતો વણાયેલી છે. વિશ્ર્વમાં તેને પરી, એંજલ, અપ્સરા, ફેરી જેવા વિવિધ નામોથી બોલાવાય છ. આપણા બાળગીતો અને વાર્તામાં પરીઓને વિશેષ સ્થાન અપાયું છે. આપણે બધાએ પાંખોવાળી પરી કે અપ્સરા વિશે સાંભળ્યું છે.
પરીઓ ફુલોની આસપાસ ઉડે કે ફુલોનાં બગીચામાં રહેતી હોય છે, તેમની કલ્પના કરીને બાળકોને તમે પર્યાવરણ ખૂબજ અસરકારક રીતે શીખવી શકો છો. પાંખ વાળા પતંગીયાની જેમ તેનો આકાર દોરવામાં આવે છે, પણ તમે જાણો છોકે ડવાર્વ્સ અને જીનોમ્સ પણ ફેરી પરિવારનો ભાગ છે. આ જીવો જર્મન લોકોમાં સામાન્ય હતા ખાસ કરીને ખાણ અને પર્વતો પર કામ કરતાં હતા નોકર્સ પરીનું એક સ્વરૂપ હતુ, જે ખાણોમા રહેતી હતી. ખાણીયાઓને ગુફાઓનાં જોખમ વિશે ચેતવણી આપતી હોવાથી દંત કથા છે. બાદમાં સુંદર સ્ત્રીઓનું સ્વરૂપ પણ ધારણ કર્યું હતુ. આજના યુગમાં બાળકોની ટીવી કાર્ટુન ફિલ્મો અને સચિવ કલરફૂલ બુકમાં તેનું વિશેષ સ્થાન જોવા મળે છે.
પરિકથા વાંચો ત્યારે તમે વિશ્ર્વના કુદરતી સ્થળો જે સ્વર્ગ જેવા હોય તેમાં તમો ખોવાઈ જાવ છો, તેના જેવું સર્જનાત્મક વિશ્ર્વ બાળક માટે બીજાું કોઈ નથી. જો તમે બાળકન હોતો પણ તમને નૈતિકતાના પાઠ શીખવે છે. બાળકો તેના પરીકથા ઘણુ બધુ શીખવે છે. પરીઓ વાસ્તવિક હોય ન હોય પણ તે વિશ્ર્વભરની સંસ્કૃતિ અને સમાજનો અકે ભાગ છે. આયર્લેન્ડ કે સ્કેન્ડિનેવિયામાં બે સ્થાનોમાં પરી દંતકથાઓ મજબૂત રીતે વણાયેલી છે. પરીઓની વાતો તમારી લાગણી વિશે, ઈતિહાસ અને તેની પૌરાણિક કથાની રસપ્રદ વાતો છે. જાદુ, અજાયબ, અને કલ્પનાની દૂનિયાએ આપણી પરીકથાઓ છે. પરીકથા સાંભળવા તથા તેમના દેશ વિશે જાણવા નાના બાળકો હંમેશા ઉત્સુક હોય છે. આપણા પૌરાણિક માણસોની વાતો સાથે તેના આકર્ષણની ઉજવણી કરવાની સુનહરી તક છે.
પરીઓની વાતો મોહક વિશ્ર્વને સમર્પિત છે, તેની જાદૂઈ પ્રસંગ છે જે પરીઓ વિશે કાલ્પનિક, પ્રોત્સાહિત સર્જાનાત્મકતા, વાર્તા કહેવા અને અજાયબીની ભાવનામાં વ્યસ્ત રાખે છે. આપણી લોકકથા અને સાહિત્યમાં પરીઓનાં વારસાને માન આપવા આજનો વૈશ્ર્વિક દિવસની ઉજવણી કરાય છે. પરીઓને ઘણીવાર જાદુઈ શક્તિઓ સાથે નાના પાંખવળા માણસો તરીકે દર્શાવાય છે, તે સદીઓથી વિવિધ સંસ્કૃતિઓની પૌરાણિક કથાઓનો નોંધપાત્ર ભાગ છે. આર્યલેન્ડની સેલ્ટિક પરંપરાઓથી લઈને ભારતની પ્રાચિન લોકકથાઓ સુધી, પરીઓને માનવ કલ્પનાને મોહિત કર્યા છે. જે પ્રકૃતિનાં રહસ્યો અને અજાણ્યાનું પ્રતિક છે. આજે દરેક મા-બાપે બાળકોને પરીકથા વિશે વાત કરવી તે કાલાતીત પાઠ અને મોહક કથાને પ્રદાન કરે છે, જે વાંચકોને વિચિત્ર દૂનિયામાં લઈ જાય છે.. બાળકોની કલ્પના શકિતને પ્રેરિત કરવા અને પરી સાહિત્યની સમૃધ્ધ પરિચય આપણા પણ સંતાનો સાથે આ વાતો શેર કરવી આજના યુગમાં છોકરીઓને પરીડ્રેસ પહેરાવે છે. તેના પોશાક વિશે, મૂર્તિમંતભાવના, પાંખો, ચમકદાર આંખો, જાદુના સ્પર્શથી શણગારો વિગેરે બાબતે પણ જાણવું જરૂરી છે. વિશ્ર્વનાઘણા સાંસ્કૃતિક વારસામાં તેનું વિશેષ સ્થાન છે. સેલ્ટિક પૌરાણિક કથાઓમાં, પરીઓ ઘણીવાર પ્રકૃતિના રક્ષક તરીકે જોવામાં આવે છે. છૂપાયેલા પ્રદેશોમાં રહેતી પરીઓમાત્ર દુર્લભ પ્રસંગો એજ મનુષ્ય સાથે વાત કરે છે. તે માનવ શાસ્ત્ર સાથે જોડાયેલી બાબત છે.
આ વિશેની દંતકથા વાર્તા એક મૂળનથી પણ વિવિધ સ્ત્રોતોમાની લોક માન્યતાનો સંગ્રહ છે. પરીઓની ઉત્પતિ વિશે વિવિધ લોક સિધ્ધાંતોમાં ખ્રિસ્તી પરંપરામાં તેને દેવદૂત, રાક્ષસ, મૂર્તિપૂજક, દેવતાઓ, મૃતકોના આત્મા તરીકે માનવોનાં પ્રૌગૈતિહાસિક પૂર્વગામી તરીકે કે પ્રકૃતિના આત્મા તરીકે દર્શાવાય છે. પર્સિયન, પૌરાણિક કથાઓથી લઈને બ્રાયથોનીક, જર્મન લોકો અને મધ્ય ફ્રેન્ચ સુધીની લોકકથાનો ઈતિહાસ છે. ઈગ્લેન્ડના રેકાડર્ર્ મુજબ સૌથી જુની પરીઓનું વર્ણન 13મી સદીમાં ટિલ્બરીના ઈતિહાસસર ગેરવેસ દ્વારા કરવામાં આવ્યું હતુ. જોકે પછીની તમામ સદીમાં તેની ઘણી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. શેકસપિયરના નાઈટસડ્રીમમાં પરીઓ નોંધપાત્ર પાત્રોમાં દેખાય છે. છબીકલા અને ચિત્રકલામાં પણ વિશેષ જોવા મળે છે.
ઉત્તરાખંડમાં આવેલી ખૈતપર્વત પરીઓની ભૂમિ!
પ્રાચિન સમયથી ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના વિશેની ચર્ચા માત્ર આપણે દેશમાંજ નહી વિશ્ર્વના દરેક ખૂણે થાય છે. આવી જ વાત ઉત્તરાખંડમા આવેલ ખૈત પર્વત વિશેની છે. આ પવર્તને પરીઓની ભૂમિ કહેવામાં આવે છે. દરિયાની સપાટીથી દશ હજાર ફૂટ ઊંચે આવેલ આ પર્વત પર પ્રાચિન સમયથી પરીઓનો વાસ છે, તેવી વાયકા છે. ઘણા લોકોને આજે પણ પરીઓ જોવા મળે છે. અહી દરરોક ફળ-ફૂલ ખીલે છે. જો તમે અહીંથીતે બહાર લઈ જાવ તો બગડી જાય તેવી લોકવાયકા છે. સ્થાનીક ગઢવાલી ભાષામાં ‘આંછરી’ને પરીઓ કહેવામા આવે છે.