‘ચોર’ને ‘શાહુકાર’ બનવાની છેલ્લી તક

જાન્યુઆરીથી ખાસ ઝૂંબેશ હાથ ધરવાનો મહાપાલિકાનો નિર્ણય

શહેરમાં ભૂતિયા નળ જોડાણ રૂ.૫૦૦ ભરી કાયદેસર નહીં કરાવાય તો જાન્યુઆરી માસથી આવા જોડાણ ધારકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની મહાપાલિકા તંત્રે ચીમકી આપી છે.

શહેરમાં સંખ્યાબંધ નળ કનેક્શન ભુતિયા હોવાી કોર્પોરેશન હવે ફોજદારી ફરિયાદ સહિતના પગલા લેશે તેમ કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણીએ જણાવ્યુ છે. કે આવા નળજોડાણ રેગ્યુલર કરવાની પુરી તક આપવામા આવી છે, જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા હસ્તકના જુદા-જુદા ઝોન હેઠળ આવતા વિસ્તારોના જે રહીશો ધ્વારા અને અધિકૃત રીતે નળ કનેકશન લેવામાં આવેલ હોય તેવા તમામ આસામીઓને વખતો-વખત જાણ કરવામાં આવી છે. કે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તા ઠરાવ ક્રમાંક;પરચ/૧૦૨૦૧૯/૧૫૭૭/ધ તા.૨૬/૦૮/૨૦૨૦ મુજબ મહાનગરપાલિકામાં સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ ધ્વારા પાણીના અડધા ઈંચની પાઇપના ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોઈ તેવા એકમોને આ યોજના અન્વયે તા.૧૩/૧૨/૨૦૨૦ સુધીમાં આવા ગેરકાયદેસર પાણીના કનેક્શનને કુલ રૂ.૫૦૦ ની રકમ વસુલ લઇ આવા કનેકશનો મહાનગરપાલિકા ધ્વારા રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવામાં આવશે.

મહાનગરપાલિકા ધ્વારા અન-અધિકૃત નળ કનેકશન (ભૂતિયા) ને રેગ્યુલરાઇઝ કરવા માટે જુદી જુદી કુલ ૧૪ ટીમો બનાવીને શહેરના તમામ વોર્ડમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે દરમિયાન જે-જે આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેવા તમામ આસામીઓ ધ્વારા તાત્કાલિક અસરી કોર્પોરેશનમાં વોટર વર્કસ શાખામાં રૂબરૂ આવીને એક વર્ષ (૨૦૨૦-૨૧) નો પાણી ચાર્જીસ રૂ.૧૧૫૦ તા રાજય સરકારના ઠરાવ મુજબ રૂ.૫૦૦ મળીને રૂ.૧૬૫૦ ભરીને અન અધિકૃત નળ કનેક્શન રેગ્યુલરાઇઝ કરાવવા મનપાના વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણીએ જણાવાયું છે.

હવે ફોજદારી કરવા નિર્ણય

તા ૩૧/૧૨/૨૦૨૦ બાદ આવા કોઈ અન-અધિકૃત (ભૂતિયા) નળ કનેક્શન જોવા મળશે અવા નોટીસ ઇસ્યુ કરેલ હોવા છતાં જો રેગ્યુલરાઇઝ નહિ કરાવવામાં આવ્યા હોય તો આવા નળ કનેક્શનને ડીસ-કનેક્ટ કરી પોલીસ ફરિયાદ સુધીના કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા ધ્વારા હા ધરવામાં આવશે. આ બાબતે વધુ જાણકારી માટે જયુબેલી ગાર્ડન, જામનગર મહાનગર સેવા સદન, વોટર વર્કસ શાખાના ત્રીજા માળનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.