ધાર્મિક સ્થળોએ ભેગા ન થવાનું અગાઉ જણાવાયું હોવા છતાં પણ લોકો ભેગા થતા હોવાના બનાવો બની રહ્યાં છે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજ રોજની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, પોલીસ દ્વારા લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ જનતામાં સતર્કતા ઘટતી જાય છે.
જ્યાં કાયદાનો ભંગ થતો જોવા મળે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય નાગરીકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવી અમુક પ્રવૃત્તિ હજુ પણ થઇ રહી છે અને છૂટ નથી તેવાં લોકો પણ લોકડાઉનમાં બહાર નિકળી રહ્યા છે.
વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું અથવા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અને બિનજરૂરી બહાર ફરવા જેવા ગુનાઓ નોંધવામાં આવી રહ્યાં છે, પાન મસાલા અને તમાકુનું ગેરકાયદેસર વેચાણ પ્રતિબધિત છે.
ધાર્મિક સ્થળોએ ભેગા ન થવાનું અગાઉ જણાવાયું હોવા છતાં પણ લોકો ભેગા થતા હોવાના બનાવો બની રહ્યાં છે.