માલ્યાને બચવાનાં રસ્તા એક પછી એક થઇ રહ્યા છે બંધ!
ભારતના ભાગેડુ જાહેર થયેલા શરાબ ઉઘોગપતિ વિજય માલ્યાએ બ્રિટનની કોર્ટમાં પ્રત્યાપર્ણ સામે વધુ એક અરજી કરી છે. માલ્યાની પ્રથમ અરજી પાંચ એપ્રિલે રદ થઇ ગઇ હતી. લંડનની વેસ્ટ મીનીસર કોર્ટમાં માલ્યાને ભારતને સોંપી દેવાની મંજુરી આપી દીધી હતી. ફેબ્રુઆરી મહીના માં બિૅટનના ગૃહ વિભાગે પણ માલ્યા ના પ્રત્યાપણની રજા આપી દીધી હતી તેની સામે માલ્યા સુપ્રિમમાં ગયો હતો. પણ હવે માલ્યાના બચાવના રસ્તો એક પછી એક બંધ થઇ રહ્યા છે અને તે ટુંક સમયમાં જ ભારતને હવાલે થાય તેવું દેખાય રહ્યું છે.
વિજય માલ્યા ૯ હજાર કરોડ પિયાની છેતરપીંડી અને મનીલોડરીંગ કેસમાં ભારતનો વોન્ટેડ છે. માલ્યા ૨૦૧૬માં ભારતમાં થી ભાગી ગયો હતો. ત્યારે સીબીઆઇ અને ઇડી વિજય માલ્યાના પ્રત્યાપણ માટે કાયદાકીય રીતે પ્રયત્નશીલ છે એને તેમા તેમને મહઅંશે સફળતા મળી છે જો આજે બીજી જુલાઇએ લંડનની કોર્ટમાં પ્રત્યાપણેમાંથી મુકિત આપવાની અરજી સ્વીકાર્ય નહિ અને તો માલ્યાને ટુંક સમયમાં જ ભારતને હવાલે થવું પડશે. આમ જોવા જઇએ તો આજે માલ્યાના ભવિષ્યનો ફેંસલો થવાનો છે.
ફેબ્રુઆરી ૧૪ એ પ્રત્યાપર્ણથી બચવા કરેલી અરજી પાંચ એપ્રિલે રદ થયા બાદ ર૧મી એપ્રિલે ફરીથી મૌખિક અપીલ માટે કરેલી અરજી ની આજે સુનાવણી થવા જઇ રહી છે.
પ્રત્યાપર્ણથી બચવા માટે માલ્યાના પ્રયાસો હાઇકોર્ટમાં નિષ્ફળ થયા બાદ તે સુપ્રિમ કોર્ટમાં પહોચ્યો હતો ધારાશાસ્ત્રી માલકન હોકરે જણાવ્યુેં હતું કે જો તેની પ્રત્યાપર્ણમાંથી મુકિતની અપીલ સ્વીકારવા માં આવશે તો તેને સુનાવણી સુધી ત્રણ ચાર મહિનાના સમય વધુ મળી જશે. આજે માલ્યાના ભવિષ્યનો ફેસલો થશે આ સુનાવણી માં એક ન્યાયમૂર્તિ માલ્યાને પ્રત્યાપર્ણ આપવા માટે સહમત થયા પરંતુ અનય ત્રણ જો અસહમત થાય તો નિર્ણય વિલંબમાં પડે પરંતુ હવે માલ્યાને વધુ સમય નહિ મળે તેમ ધારાશાસ્ત્રીએ મત વ્યકત કર્યો હતો. જયારે અપિલ દાખલ થાય ત્યારે મુળ હુકમ યથાવત રહે છે. આ પ્રક્રિયાનો માલિયાને પ્રત્યાપર્ણ માટે હંગામી રાહત મળે પણ તેના પર ભારતના પ્રત્યાપર્ણની તલવાર કાયમ લટકતી રહેશે.
ભારત સરકાર સાથે માલ્યાને કઇ જેલમાં કઇ રીતે રાખવામાં આવશે કયાં વિમાન મારફત તેને લવાશે તેની લાંબા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી. સામાન્ય રીતે તેની અપીલ નામંજુર થઇ છે. ત્યારે ઉપલી અદાલતમાં જવાનો સમય ર૮ દિવસનો મળે છે. માલ્યાના ધારાશાસ્ત્રીએ માનવ અધિકારના મુદ્દે મુકિતની અપીલ માંગી છે ૨૦૧૮માં ઇગ્લેન્ડમાં સન્મસને સ્ટેની ૧૩૭ અરજીઓમાંથી માત્ર એક જ અરજી સ્વીકારવામાં આવી હતી.