ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ભારતીય ટીમને ફક્ત 131 રનમાં પેવેલિયન ભેગી કરવામાં આફ્રિકન ટીમ સફળ રહી હતી, પરિણામે એક ઈનિંગ અને 32 રનથી દક્ષિણ આફ્રિકા જીત્યું હતું.
બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક ઝીરોથી આગળ રહ્યું છે. ત્રીજા દિવસે ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 408 રનના સ્કોરે ઓલ આઉટ થયું હતું, જેમાં ભારતની પહેલી ઇનિંગ સાથે 163 રનની લીડ આપી હતી. આમ છતાં બીજા દાવમાં આફ્રિકન ફાસ્ટ બોલરે ઘાતક બોલિંગ રકી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા ફક્ત 131 રને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
બીજી ઇનિંગ્સમાં ભારત માત્ર 131 રન જ બનાવી શક્યું : ઇનિંગ્સ અને 32 રને ભારત પરાજય
આફ્રિકન ફાસ્ટ બોલર નાન્દ્ર બર્ગરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માને કગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો, જ્યારે બીજી વિકેટ યશસ્વી જયસ્વાલની પડી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમના તમામ બેટર નિષ્ફળ રહ્યા હતા. શ્રેયસ અય્યર (છ), કેએલ રાહુલ (ચાર), રવિચંદ્રન અશ્વિન (ઝીરો), શાર્દુલ ઠાકુર (બે), જસપ્રીત બુમરાહ (ઝીરો) અને મહોમ્મદ સિરાજ ચાર રન બનાવી શક્યા હતા. બીજી બાજુ વિરાટ કોહલીએ 76 રન કર્યા હતા,
પરંતુ ભારતને શરમજનક હારથી બચાવી શક્યો નહોતો. આફ્રિકા સામે ભારતની હારનું મુખ્ય કારણ ટીમ બેલેન્સ છે કારણ કે ભારતે જે યોગ્ય ટીમ બેલેન્સ સાથે મેદાનમાં ઉતરવું જોઈએ તે જોવા મળ્યું ન હતું અને બોલરોના નબળા પ્રદર્શનના પગલે મેચની સંપૂર્ણ જવાબદારી બેટ્સમેનોના શિરે આવી ગઈ હતી પરંતુ આફ્રિકા ના બોલરો ની લાઈન લાઇન સામે ભારતીય બેટ્સમેનો પણ ખુટાણીએ પડી દીધા હતા. પોસ્ટ પ્રેઝન્ટેશનમાં સુનિલ ગાવસકરે પણ જણાવ્યું હતું કે, વિદેશની ધરતી ઉપર કોઈપણ ટેસ્ટ મેચ માટે ભલે ભારતીય ટીમના ખેલાડીઓ ટીમ સાથે છેલ્લે જોડાય પરંતુ જે નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી હોય તેઓએ ત્યાંની સ્થાનિક ટીમ સાથે મેચ રમવા જોઈએ જેથી તેઓ જેતે ગ્રાઉન્ડ ક્ધડીશન ને સમજી શકે.
આફ્રિકા સામેની હાર ભારતને મોંઘી પડી : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટ ટેબલમાં ભારત પાંચમાં ક્રમે
આફ્રિકા સામેની પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો પરાજય થતા માત્ર તેમનું મનોબળ જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના પોઇન્ટ ટેબલમાં પણ ભારતને ફટકો પડ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ હારતા ભારત ડબલ્યુટીસી ના પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે ફેકાઈ ગયું છે જેની પાછળ ટીમના સુકાની રોહિત શર્માએ બોલેરો અને બેટ્સમેનો ને જવાબદાર ઠેરવ્યા હતા.