જ્યારે કોઇ વ્યક્તિ કોઇ પણ જગ્યાએ ફેઇલ થાય છે ત્યારે નાસીપાસ થઇ આગળ વધતા અટકી જાય છે તેવા સમયે અમેરિકામાં જે ફેઇલ થયા હોય. અમેરિકાની સ્મિથ કોલેજમાં મૈસાચ્યુસેટ યુનિવર્સિટીનાં સહયોગથી વિશેષ કોર્ષ ચલાવવામાં આવે છે. જ્યાં માત્ર ફેઇલ થયેલાં વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવે છે સ્મિથ કોલેજમાં ફેઇલ થયેલાં સ્ટુડેન્ટ માટે સ્પેશિયલ કોર્ષ ક્ધડક્ટ કરે છે જેને ફેલિંગ વેલ નામ આપવામાં આવ્યું છે.
આ કોર્ષ એ સ્ટુડેન્ટની મદદ કરે છે જે ફેઇલ થયા બાદ પોતાના ભવિષ્ય માટે ચિતિંત હોય છે જેને આ કોર્ષની મદદથી નાપાસ થવાનાં ફાયદા વિશે પણ જાણ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં શું કરવું તેની પણ માહિતી આપવામાં આવે છે. અહિં આ કોલેજમાં આવી વિદ્યાર્થીઓ તેની જાણકારી આપવાની રહે છે અને પછી જ આ વિશેષ કોલેજમાં એડમિશન મળે છે ત્યાર બાદ ફેલિંગ વેલ કોર્ષ અનુસાર સ્ટુડેન્ટને વિશેષ લેક્ચર ભરવાનાં આવે છે જ્યાં તેમને અસફળતાને કેમ હેન્ડલ કરવી અને તેમાંથી કેમ બહાર આવવું તે પણ શિખવવામાં આવે છે. ખરેખર દરેક શહેરમાં આ પ્રકારની એક કોલેજ હોવી જોઇએ જેથી યુવાનો નાપાસ થવાથી નાસીપાસ ન થાય અને જીવનમાં આગળ વધવાનું શીખે.