સેંકડો કે હજારો નહિં….જૈન ધર્મના લાખ્ખો ભાવિક શ્રધ્ધાળુઓ માટે પાવન યાત્રાધામ “શેત્રુજય તીર્થનું તો આગવું મહત્વ છે જ. એમાંયે ફાગણ સુદ-૧૩ની ‘છ ગાઉની યાત્રા’ જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે
એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના બે પુત્રો શામ્બ અને અનિરુધ્ધ આ જગ્યાએ સાડા આઠ કરોડ સાધુ સંતો સાથે નિર્વાણ પામ્યા હતા. અતિ પાવન એવા ‘મોક્ષધામ’ સત્તા આ સ્થળને જૈનોનું શાશ્ર્વત તીર્થ માનવામાં આવે છે અને સર્મત શિખર કે માઉન્ટ આબુ કરતાં પણ એનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.
ભાવનગરની ક્ષિતિજે ૫૦ કિ.મી. દૂશ્ર નૈઋત્યમાં વસેલું પાલિતાણા એના નયનરમ્ય વિશેષ સ્થાપત્ય માટે તો જાણીતું છે જ પણ… જૈન ધર્મના પ્રથમ તીર્થકર આદિશ્ર્વરા પાર્શ્ર્વનાથ એટલે કે ઋતષદેવના પુનિત સંસ્મરણો સાચવીને બેઠેલ પાલીતાણા એમની પાવન રજશ્રી તીર્થક્ષેત્ર બન્યું મહાવીર સ્વામીએ અહીં ચૈત્ય કર્યુ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.