સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આવતીકાલે મળનારા વિધાનસભાના બહુમતિ પરિક્ષણમાં બહુમતિ પુરવાર કરવાનું અશકય લાગતા અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી: પવારે રાજીનામુ આપી દેતા મુખ્યમંત્રી ફડણવીસે પણ રાજીનામુ આપ્યું: માત્ર ૧૦૦ કલાકમાં ફડણવીસ સરકારનું પતન
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે સત્તારૂઢ યેલી ભાજપની ફડણવિસ સરકારનો માત્ર ૧૦૦ કલાકમાં જ ફીયાસ્કો થવા પામ્યો છે. ફડણવિસ સરકારની રાતોરાત શપવિધિ સામે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે સવારે આ અરજીના આપેલા હુકમમાં આવતીકાલ પાંચ વાગ્યા પહેલા વિધાનસભામાં બહુમતિ પરિક્ષણ કરવા હુકમ કર્યો હતો. આ બહુમતિ પરિક્ષણની કાર્યવાહી પ્રોટેમ સ્પીકર મારફતે કરવા અને બહુમતિ પરિક્ષણનું ગુપ્ત મતદાન દ્વારા નહીં કરવા ઉપરાંત સમગ્ર કાર્યવાહીનું લાઈવ ટેલીકાસ્ટ કરવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.
આ આદેશ બાદ ભાજપ સહિતના તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બેઠકોના દોર ચલાવ્યા હતા. જે બાદ બહુમતિ દૂર લાગતા પ્રમ અજીત પવારે ઉપ મુખ્યમંત્રીપદેથી પોતાનું રાજીનામુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને સોંપ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે પણ પત્રકાર પરિષદ કરીને પોતાના રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સર્વોપરિતાનો જંગ મંડાયો હતો. જેની બન્ને પક્ષો વચ્ચે ખટાશ વધતા શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ નવી સરકાર રચવામાં વધારે સમય લાગતા રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જાહેરાત કરી હતી. દરમિયાન ગત શુક્રવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવા માટે સહમતિ થઈ હતી અને શનિવારે સરકાર રચવા રાજ્યપાલ પાસે દાવો કરે તેવી ચર્ચાઓનો પ્રારંભ થયો હતો. પરંતુ શુક્રવારે રાત્રે રાતો રાત રાજકીય તખતો પલટાયો હતો અને શનિવાર સવારે આઠ વાગ્યે ભાજપના દેવેન્દ્ર ફડણવિસે એનસીપીના અજીત પવારના ટેકાની મુખ્યમંત્રીપદે શપથ લીધા હતા. જેમાં અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદે વરણી કરવામાં આવી હતી.
જે સામે, શિવસેના એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીના ચુકાદામાં જસ્ટીસ રમન્નાની ત્રણ જજોની બેન્ચે આવતીકાલે વિધાનસભાનું સત્ર બોલાવીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહુમતિ પરિક્ષણ કરવા જણાવ્યું હતું. ભાજપને બહુમતિ પુરવાર કરવા માટે સમય જોઈતો હોય તેથી તેને રાજ્યપાલ કોશીયારીએ આપેલા સમય મર્યાદામાં બહુમતિ પુરવાર કરવાની ઈચ્છા મનની મનમાં રહી જવા પામી હતી. જેથી સુપ્રીમ કોર્ટના આંચકા આપનારા ચુકાદા બાદ ભાજપે તેના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિશ અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર પણ જોડાયા હતા. આ બેઠકમાં ભાજપને આવતીકાલે યોજાનારા વિધાનસભાના બહુમતિ પરિક્ષણ સત્રમાં બહુમતિ મેળવવી અશકય લાગતી હતી. દરમિયાન ઉપમુખ્યમંત્રી અજીત પવારને ફરીથી એનસીપીમાં લાવવા શરદ પવારે તેના પરિવારજનોને મેદાનમાં ઉતાર્યા હતા. જેથી બહુમતિ છેટી લાગતા અને પરિવારના દબાણ સામે ઝુકીને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને આપી દેથીધું હતું. અજીત પવારે રાજીનામુ આપીને ફરીી એનસીપી જુમાં સામેલ થઈ જતા ભાજપને બહુમતિ પુરવાર કરવી અશકય લાગતી હતી. જેથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે દિલ્હીમાં ભાજપના પાર્ટી હાઈકમાન્ડને આ રાજકીય ઘટનાક્રમ અંગેની વિગતો આપી હતી. જેથી પાર્ટી હાઈકમાન્ડને તેમને રાજીનામુ આપવા સલાહ આપી હતી.
જેથી દેવેન્દ્ર ફડણવિસે બપોરે સાડા ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ યોજીને પોતાનું રાજીનામુ આપી દેવાની જાહેરાત કરી દીધી હતી. ફડણવિસે રાજીનામુ આપી દેતા હવે આવતીકાલે યોજાનારું વિધાનસભાનું સત્ર મળશે નહીં તેમ રાજકીય પંડીતોએ દાવો કર્યો છે.
દેશના રાજકીય, સામાજિક, ધાર્મિક ચળવળના કેન્દ્રબિંદુ ગણાતા મહારાષ્ટ્રમાં છેલ્લા એકાદ માસી ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં વિધાનસભાનું આવતીકાલે સત્ર બોલાવીને સાંજે પાંચ વાગ્યા બાદ બહુમતિ પુરવાર કરવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે. ઉપરોકત, કોર્ટે ધારાસભ્યોની શપથવિધિ થઈ ન હોય પહેલા પ્રોટેમ સ્પીકરની વરણી કરીને તમામ ધારાસભ્યોની શપવિધિ કરાવવાનો તા પ્રોયેમ સ્પીકરે ફલોર ટેસ્ટ કરવાનો હુકમ કર્યો છે. ફલોર ટેસ્ટમાં પારદર્શકતા રહે તે માટે બહુમતિ પરિક્ષણમાં ગુપ્ત મતદાન નહીં યોજવા અને સમગ્ર પ્રક્રિયાનું લાઈવ ટેલીકાસ્ટ કરવા પણ આદેશ આપ્યો હતો. જેથી આવતીકાલે મહારાષ્ટ્રમાં ખરાખરીનો ખેલ ખેલાશે.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એન.વી.રમન્ના, અશોક ભુષણ અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે આજે સવારે ૧૦:૩૦ કલાકે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. શનિવારે સવારે ભાજપની ફડણવીસ સરકારની રાજ્યપાલે શપવિધિ કરાવી નાખી હતી. જેથી નારાજ થયેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે આ મુદ્દે ન્યાયની માંગ સો સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. રવિવારે રજાના દિવસે સુપ્રીમ કોર્ટનો આ બન્ચે તમામ પક્ષકારોને નોટીસ બજાવીને સોમવારે પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું, જે બાદ ગઈકાલે બન્ને પક્ષોના વકીલોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટીસ રમન્નાની બેન્ચે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો.
આજે સવારે ત્રણેય જજોની બેન્ચે બેસતાની સાથે પોતાના ચૂકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી. જેમાં જજોએ નોંધ્યું હતું કે, કોર્ટ અને વિધાનસભા વચ્ચે લાંબા સમયી વિવિધ મુદ્દે વિવાદ ચાલે છે. દેશમાં લોકતાંત્રિક મુલ્યોની રક્ષા થવી જોઈએ ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા કેસ ઉપરાંત જંગદિમ્બકાપાલ કેસના ચુકાદાને ધ્યાનમાં લઈને બેન્ચે પોતાનો આખરી ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં જજોએ હુકમ કર્યા હતા કે મહારાષ્ટ્રના નવનિયુક્ત ધારાસભ્યોની શપથવિધિ થઈ ન હોય આવતીકાલ સવારે વિધાનસભાનું સત્ર બોલાવીને પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરીને તમામ ધારાસભ્યોની શપથવિધિ કરાવવામાં આવ્યા બાદ પાંચ વાગ્યા પછી બહુમતિ પરિક્ષણ કરવામાં આવે. આ બહુમતિ પરિક્ષણ પ્રોટેમ સ્પીકરના દ્વારા કરવાનો ઉપરાંત, બહુમતિ પરિક્ષણનું મતદાન ગુપ્ત રીતે કરવાના બદલે જાહેરમાં કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. ઉપરાંત આ પ્રક્રિયામાં ગેરરીતિનો અવકાશ ન રહે તે માટે સમગ્ર પ્રક્રિયાનું લાઈવ રેકોર્ડીંગ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અરજીકર્તા શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ પોતાના વિજય સમાન ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં પ્રોટેમ સ્પીકર કોણે બનાવવા તે મુદ્દે સ્પષ્ટતા કરી ન હોય મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે નારા બહુમતિ પરિક્ષણ પ્રક્રિયામાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેનારી હતી.