“મામીને મામુ બનાવતો ભાણેજ”

મહિલા અભણ હોવાથી તેના ભાણેજ સાથે ભાગીદારી કરીને ફસાઈ

બે ભાણેજ અને તેના પિતાએ 14 વર્ષના હીસાબ મામલે હાથ ઊંચા કરી દેતા નોંધાતો ગુનો

શહેરમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ છેતરપીંડીના અનેક બનાવો બની રહે છે.ત્યારે ફરી એક છેતરપીંડીની ફરિયાદ સામે આવી છે.જેમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રેસર ગેઇઝનું કારખાનું ધરાવતાં બ્રાહ્મણ મહિલાએ કારખાનામાં ભગીદાર સગા તેના જ બે ભાણેજ અને તેના પિતાએ 14 વર્ષનો હિસાબ મામલે હાથ ઊંચા કરી રૂ.2.76 કરોડની ઉચાપત કરી મહિલા સાથે વિશ્વાસઘાત કાર્યની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પોલીસે પિતા પુત્રો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી રંજનબેન રમેશભાઇ શીલુ (ઉ.વ.45 ધંધો),(રહે, આત્મન – 2 , ફલેટ નં . 104 , શકિતનગર શેરી નં.2 કાલવાડ રોડ), એ આરોપી તરીકે પુનિતનગર શેરી નં.2 માં રહેતાં વૃજલાલ કેશુ વેગડા, તેના પુત્રો નીતિન અને મહેસનું નામ આપી જણાવ્યું હતું કે, તેમને રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા સર્વે નં. 32 પુનમ ડમ્પરથી આગળ ગોંડલ રોડ પર શીલુ એન્ટરપ્રાઇઝ નામથી કારખાનું હતું. જેમાં તેઓ પ્રેસર ગેઇઝ ( હવા ચેક કરવાના મીટર ) બનાવતા હતાં.વર્ષ 2009 માં ફરિયાદી તથા તેના ભાણેજ નિતીનભાઇ વૃજલાલ વેગડા, ભત્રીજા કમલેશભાઇ ચંદુભાઇ શીલુ સાથે મળી રાજકોટ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં શીલુ એન્ટરપ્રાઇઝ નામથી કારખાનુ શરુ કરેલ જેમાં તેઓ અમો પ્રેસર ગેઇઝ મીટર બનાવવાનો વેપાર કરતા અને વર્ષ 2016 સુધી ત્રણ ભાગીદાર રહેલ હતાં. બાદમાં વર્ષ 2016 થી તેઓ તથા નીતિનભાઈ બે જ બગીદાર તરીકે કંપનીમાં હતાં. કારખાનાના જી.એસ.ટી. નંબર પણ મેળવેલ હતાં અને કારખાનામાં પ્રોડકશનનો માલ તેમનો ભાણેજ નીતિન દિલ્હી, મુંબઇ સહિતના સ્થળે વેચાણ કરવા માટે જતો હતો.

એક મીટરની અંદાજીત કિંમત રૂ. 50 થી 80 હોય છે. તેઓ તેનો જથ્થાબંધ વેપાર કરતા હતા. વર્ષ 2018 માં રાજેશ્રીબેન રાજેશભાઇ શીલુ આ કરખાનામાં પાર્ટનર તરીકે જોડાણા અને બાદમાં નીકળી ગયેલ હતા. વર્ષ 2022 માં તેઓ છુટા થયેલ જેથી તેઓનુ ભાગીદારી ડીડ માંથી નામ છૂટું કરેલ હતું. બાદમાં ફરીથી ફરિયાદી અને તેનો ભાણેજ નીતિન બંને ભાગીદાર તરીકે રહેલ હતાં.

ફરીયાદી ઓછુ ભણેલ હોય જેથી તેઓ તેના ભાણેજ નિતીન વેગડા ઉપર વિશ્વાસ કરી અને તે ધંધો કરતો હતો અને તે દિલ્હી તથા મુંબઇ વિગેરે સ્થળોએ જઇ વેપાર કરતો જે આવકના રૂપીયા આવતા તે તેણે તેના પિતા વૃજલાલ કેશુભાઇ વેગડાના ખાતામાં જમા કરાવતો હતો અને ફરિયાદીને જાણ કર્યા વગર પોતે ઉપાડ કરી લેતો હતો. જેનો હિસાબ તે રાખતો હતો અને તેઓને જણાવતો કે, આ ધંધામાં જે કાઇ આવક થાય છે તે ધંધો ડેવલોપ કરવા માટે ઉપયોગ કરુ છુ. વર્ષ 2022 માં હિસાબ બાબતે નિતીન વેગડાને પુછતા તેણે ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સમય વધુ લાગતા ફરિયાદી કારખાને રૂબરૂ જઇ નિતીનને પુછતા તેણે કહેલ કે , કારખાનાનો કોઇ હીસાબ માંગવો નહી પેઢીના હિસાબમાં કાઇ છે નહી થોડા સમય પછી તેઓ શીલુ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું બંધ કરી નિતીને તેના ભાઇ મહેશ વૃજલાલ વેગડા સાથે મળી બન્ને ભાઇઓએ વાવડીમાં બીજા નામથી પ્રેસર ગેઇઝનું કારખાનું શરુ કરી વેપાર કરવા લાગેલ છે. તેમજ બાદમાં શીલુ એન્ટરપ્રાઇઝના હિસાબના ચોપડા રૂ. 2.76 કરોડની ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું.તેમને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.