જાણીતી બ્રાન્ડની નકલ કરી મોટાપાયે ઉત્પાદન થતું હતું
રૂ.૧૦ લાખની નકલી અગરબત્તીનો જથ્થો જપ્ત
જામનગરના ગોકુલનગર ઉદ્યોગનગરમાં ખાનગી ડિટેક્ટિવ એજન્સીએ નકલી અગરબત્તી બનાવતું એક કારખાનું પકડી પાડી રૂા.૧૦ લાખનો નકલી અગરબત્તીનો જથ્થો પકડી પાડ્યો હતો. ડુપ્લિકેટ અગરબત્તી ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ રેડ પાડવા સમયે સ્થાનિક પોલીસને સાથે રાખી હતી. આ રેડ દરમિયાન ૧૦ લાખની અગરબત્તી જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ કારખાનું ૨ વર્ષની કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧ કરોડ રૂપિયાની અગરબત્તી ગ્રાહકોને પધરાવી ચુક્યું છે. ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી ઇન્વેસ્ટિગેશન સંસ્થા છે. જે સમગ્ર દેશમાં કામ કરે છે. આ કંપનીની મુખ્ય કામગીરી ટ્રેડ માર્ક, કોપી રાઈટ અને પેટેન્ટ ડિઝાઇનના નકલ કરનારની વિરુદ્ધ તપાસ કરવાની હોય છે. આ કંપનીની મુખ્ય એફિસ પશ્ચિમ બંગાળમાં આવેલી છે.
જામનગરના ગોકુલનગરના ઉદ્યોગનગરમાં પ્લોટ નંબર ૨૦ના એક કારખાનામાં ડુપ્લિકેટ અગરબત્તી બનતી હતી. જેની ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીને જાણ થતાં આ કંપનીએ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન અંદાજે ૧૦ લાખ રૂપિયાની ડુપ્લિકેટ અગરબત્તી ઝડપાઈ છે. જેથી કંપનીએ અરગબત્તી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.