માણસ પોતના સ્વભાવને બદલાવતો રહે છે. જેમાં ખુશીની અનુભૂતિ સાવ ઓછી હોય અને દુ:ખની કોઈ સીમા હોતી નથી. મનુષ્ય તે આ બન્નેની વચ્ચે જીવન જીવતો હોય છે. ખુશી તે ક્ષણ ભરની લાગણી હોય તેના કારણે મનુષ્ય આનંદ અને હાસ્ય સાથે જીવતો હોય છે, પણ જ્યારે તેને મનમાં ધાર્યા પ્રમાણે કઈ ના થાય ત્યારે તેને દુ:ખની અનુભૂતિ થાય છે. કોઈ મોટી ઘટના જીવનમાં અચાનક બની જાય તો તેનાથી તે સ્ટ્રેસ અને દુ:ખની અનુભૂતિ કરવા માંડે છે. ત્યારે ક્યાં કારણોથી જીવનમાં સ્ટ્રેસ અને ડીપ્રેશન વધતાં જાય છે આજે અમે તમને તેના વિશે જણાવશો.
આહારમાં ઘટાડો
જ્યારે રોજિંદા આહારમાં પહેલા કરતાં ખોરાકમાં બદલાવ આવી જાય ત્યારે કદાચ તમે ડીપ્રેશનના કદાચ શિકાર બની શકો છો. ખોરાકમાં બદલાવ તે મુખ્ય રીતે વિચારમાં પરીવર્તન આવે તેના કારણે થઈ શકે છે. જો આહારમાં થોડો પણ ફેરફાર લાગે તો તમારી પ્રવૃતિઓને બદલો.
નિર્ણયમાં અસમંજસતા
આ તે ડીપ્રેશનનું બીમારીનું સામાન્ય કારણ છે. જે રીતે તમે તમારા નિર્ણય લેતા હોવ પણ તે ધીરે-ધીરે જ્યારે તમે એ ક્ષમતા ગુમાવતા જાવ તો તમે તમારા ધ્યેય અને લક્ષ્યને નક્કી ના કરો અને વાતમાં કોઈ નિર્ણય લઈ શકો ત્યારે તમે કદાચ ડીપ્રેશનના ભોગી બની શકો છો.
અનીન્દ્ર
સૌથી સામાન્ય અને અત્યારના લોકોમાં ખૂબ જાણીતો પ્રશ્ન તે અનીન્દ્ર. નાનાથી લઈ મોટા દરેક આ પ્રશ્નનો સામનો કરતાં હોય છે. ત્યારે જો તે સમયે તમને ખોટા વિચાર આવે તો તમને અનીન્દ્ર ભારે પડી શકે છે. ત્યારે તમારા મનમાં ખોટા અને નાકમાં વિચાર તે કદાચ ડીપ્રેશન હોવાના લક્ષણો છે.
તો આ કારણો કદાચ તમને ડીપ્રેશનના ભોગી બનાવી શકે તેના કરતાં તમારા જીવનને બદલાવો અને ગમતી વસ્તુમાં મનને પોરવી તેના પર ધ્યાન આપો તેનાથી તમારા મનમાં કદાચ ડીપ્રેશન નહીં થાય.