રૈયાધાર ખાતે તાજેતરમાં કાર્યરત યેલ એસ.બી.આર ટેકનોલોજી આધારિત ૫૬ એમ.એલ.ડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવેલ અને જરુરી માહિતી મેળવવામાં આવેલ.
રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતમાં ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, સિટી એન્જીનિયર ઘોણીયા, ડે.એન્જીનિયર સી.બી.મોરી, ઉપસ્તિ રહેલ તેમજ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવેલ અને ચાલી રહેલ કામગીરી પ્રત્યક્ષ નિહાળી કામગીરી સંબધિત જાણકારી માહિતી મેળવેલ અને સંબંધિત અધિકારીઓને જરુરી સુચના આપી હતી.