છોગાળા તારી… આન બાન અને શાન વધારતા સાફા
બન્નાજી સાફાવાલેમાં સાફાની અઢળક વેરાયટીઓ, આકર્ષક રીતે સાફા બાંધી પણ આપે છે
કોઈ વ્યક્તિને જો વિશેષ બનાવતા હોય તો તે સાફા છે. સાફા પહેરવાની પરંપરા ખુબ પ્રાચિન છે. સાફો તે વ્યક્તિના માભાનું પ્રતિક છે. જેના સાફાનો છોગાળો લાંબો તેની વાહ… વાહ… વધુ હોય છે. ઉપરાંત મોભાદાર સાફા જે તે વ્યક્તિના પ્રાંત-પ્રદેશની ઓળખ ઉભી કરાવે છે. આવા સાફાની અઢળક વેરાયટીઓ બન્નાજી સાફાવાલેને ત્યાં છે વધુમાં અહીં આકર્ષક રીતે સાફા બાંધી આપવામાં પણ આવે છે.
બન્નાજી સાફાવાલાને ત્યાં સાફાની વિવિધતા જોવા મળે જેવી કે રજવાડી સાફા, રાજપુતી સાફા, જોધપુરી સાફા, કાઠિયાવાડી સાફા આ સાથે શુભ પ્રસંગો અને સન્માન સમારોહમાં સ્પેશિયલ સાફા બાંધી પણ આપે છે. લગ્નમાં વરરાજા માટે ખાસ સાફા વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી રહેશે.
મયુરઘ્વજસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાફો દરેક માંગલિક પ્રસંગોમાં જરૂરી છે. ગણેશ સ્થાપના હોય કે લગ્નપ્રસંગ, જાન આગમન હોય તેમજ દરેક પારંપરિક વિધીમાં સાફો જરૂરી છે. ઉધાડુ માથુ ખરેખર રાખી ન શકાય માટે સાફો જરૂરી છે. ફેશન અને ટ્રેડીશનલ સાફો પ્રસંગોમાં વધુ ચાલે છે. લોકોને સેલ્ફી લેવી હોય કે ફોટા પડાવવા હોય સાફો પહેરીને પિકચર કિલક કરાવવાની મજા અલગ છે. એક અનોખો આનંદ થાય છે. સાફામાં કલગી રાખવાની ફેશન હાલ બહુ વધી છે ત્યારે સાફાને માથા પર બાંધીને તેની પાછળનું છોગુ રાખવું તેની પણ ફેશન વધી છે. સાથે જેટલું છોગુ લાંબુ રાખીએ તેટલી આપણી આબરુ વધારે એવું માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં સાફો દરેક સારા પ્રસંગોમાં સન્માનથી પહેરવામાં આવે છે.
આજે દરેક માંગલિક પ્રસંગોમાં સાફાનો ટ્રેડ ખુબ જ ફુલો ફાલ્યો છે. લોકો પ્રસંગોમાં સાફાથી સજજ થાય છે. સાફા વગર સજવું અધુરું માનવામાં આવે છે ત્યારે આ ટ્રેન્ડને અનુરૂપ બન્નાજી સાફાવાલે ને ત્યાં સાફાની વિવિધ વેરાયટીઓ છે. વિવિધ પ્રકારનાં સાફાનું કાપડ અહીં ઉપલબ્ધ છે. ગ્રાહકની પસંદ મુજબ જે-તે કાપડનો જે-તે સ્ટાઈલમાં સાફો અહીં બાંધી આપવામાં આવે છે. વધુમાં અહીં સાફાના કાપડ આકર્ષક છે સાથે સાફા બાંધવાની પઘ્ધતિ પણ મન મોહી લે તેવી છે.