જેમ માનવીના ચહેરા નો રંગ, દેખાવ અલગ પ્રકારનો છે તેમ તેની સ્કિન પણ અલગ પ્રકારની હોય છે. સ્કિનના મુખ્ય ત્રણ પ્રકાર છે.
– સૂકી ત્વચા
– તૈલી ત્વચા
– મિશ્ર ત્વચા સૂકી તથા તૈલી
સૂકી ત્વચા :
સૂકી ત્વચાને માવજત રુપે ખાસ સાવચેતી રાખવાની જરુર હોય છે. તેણે હાઇડ્રેટ અને મોઇશર્યુરાઇઝર કરવાની ખાસ જરુરત હોય છે. જેથી તે વધુ નિખરી શકે.
– ડ્રાઇ સ્કીને સોફ્ટ કરવા માટે મધનો ફેસપેક સૌથી વધુ કારગર છે.
– શુદ્વ ચોખ્ખુ મધ, ફેસપર ધીરે ધીરે લગાવો અને ૧૦ મીનીટ બાદ નવશંકા પાણીથી ચહેરો ધોઇ નાખવાં
– અઠવાડીયામાં બે વાર આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા હાઇડ્રેટ અને મોઇશ્ર્ચ્યુરાઇઝ થાય છે.
ગુલાબ જળ :
ગુલાબજળ પણ ત્વચા માટે ખૂબ જ મહત્વની કામગીરી ભજવે છે. ગુલાબજળ ત્વચાના છીદ્રોનો ઢાંકી દે છે. તથા ત્વચામાં તાજગી અને રિફ્રેશમેન્ટ આપે છે. જેથી ત્વચા વધુને વધુ હેલ્થી થાય છે.
– તૈલીયત્વચા માટે જરુરી સૂચનો :
તૈલીયત્વચા ખીલ અંકને થવા માટે જવાબદાર છે. તૈલીય ત્વચા ધરાવતા લોકો માટે ચણાના લોટનો ફેસપેક ખૂબ જ ઉ૫યોગી રહે છે. જે ત્વચામાંથી ઓઇલને દૂર કરે છે અને સ્કીનને સ્વસ્થ રાખે છે. ચણાના લોટનો ફેસપેક બનાવાવ માટે એક ચમચી ચણાનો લોટ, ૧/૪ ચમચી હળદર તથા થોડુક થીક મિશ્રણ થાય તે માટે દૂધ મોઇશ્ર્વચ્યુરાઇઝીંગ માટે ખૂબ જ સારો સ્ત્રોત છે. આ પેકને ચહેરા પર ૫-૭ મીનીટ માટે રાખવો, આ ફેસપેકને આંખથી વધુ નજીક ન લગાડવો, તથા આ ફેસપેકમાં વધુ હળદરનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. તથા આ ફેસપેકનો ઉપયોગ અઠવાડીયામાં બે-ત્રણ વાર જ કરવો જેથી સ્કીનને ફાયદો થાય.
– મિશ્ર ત્વચા :
આ ત્વચા ઓઇલી તથા ડ્રાય ત્વચાનું કોમ્બીનેશન છે. તેના માટે ફેસબેક પણ અલગ પ્રકારનો હોય છે. જેમાં એગ વ્હાઇટ ખૂબ જ સારુ પરિણામ આપે છે. એગ વ્હાઇટને બાઉલમાં લઇ મિક્સ કરો. ત્યાં સુધી જ્યાં સુધી થોડુક ફીણ ન આવે, ત્યારબાદ તેણી ૧૦ મીનીટ બાદ તે ફેસપેકને ગરમ પાણીથી ધોવું.
એગ વ્હાઇટ સ્કિનને ડ્રાય કરવાની સાથે-સાથે મોઇશ્ર્ચયુરાઇઝ કરે છે અને તૈલીઅની સૂકી ત્વચા પર બેલેન્સ બનાવે છે. તથા બધા પ્રકારની ત્વચા ધરાવતા લોકો એક ફેસપેકનો ઉપયોગ કરી શકે છે. જેણે આપણે બોનસ ફેસપેક કહીશું. તે માટે આપણે પીસેલી બદામ, ગુલાબજળ, દહીં તથા હળદર જોઇએ.
૧ ચમચી દહીંમાં ૧/૪ ચમચી હળદર તથા ૧ ચમચી બદામનું મિશ્રણ અને જરુર પૂરતુ ગુલાબજળ ઉમેરવું.ડ આ મિશ્રણને ચહેરા પર લગાવડવું અને ૧૫ મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીની ધોઇ લેવો. આ પેક સ્કિનને બુસ્ટ અપ કરવાથી લઇ રીફ્રેશમેન્ટ અને ત્વચાને નિખારવાનું કામ કરે છે. ડાર્ક સર્કલ્સથી લઇ ચહેરા પરના ડાઘાને દૂર કરવાનું કાર્ય કરે છે.
ગરમીમાં આ ઉપરાંત કુદરતી તૈયાર ફેસપેકનો ઉપયોગ પણ કરી શકાય. જેમ કે એલોવેરા જેલ અને ગ્રીન ટી બેગ્સ….
જે સ્કીન માટે કુદરત તરફથી વરદાન કહી શકાય…. એલોવેરા જેલનો ઉ૫યોગ દિવસમાં બે વાર કરી શકાય. જે ત્વચાને નિખારવા માટે તથા રીપેર કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે.