ટેકનોલોજીથી સજજ અને સોશિયલ મીડિયા તેમજ બીઝનેસ સ્ટ્રેટજીમાં પાવરફૂલ ઉમેદવાર માટે શ્રેષ્ઠ તક
સોશ્યલ મીડીયા જાયન્ટ ફેસબુકમાં ટોપના કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહ્યું છે. ગત સપ્તાહે ફેસબુક ઈન્ડીયા કે જે ગત વર્ષે ઓકટોબરમાં ઉમંગ બેદીએ રાજીનામું આપ્યું હતુ તેના પદ પર નિયુકત કરવા અરજી મંગાવવામાં આવી છે. આ સાથે જ અન્ય જુદી જુદી ટોપ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ઈકોમર્સ હેડ, ક્રીએટીવ સ્ટેટજી હેડ, ડાયરેકટર ઓફ સ્મોલએન્ડ મીડીયમ બીઝનેસ, સ્ટ્રેટેજીક પાર્ટનરફોર પ્લેટફોર્મ પાર્ટનરશીપ , પબ્લીક પોલીસી મેનેજર ફોર ઈન્ડિયા એન્ડ સાઉથ આફ્રિકા, અને સ્ટ્રેટેઝીક પાર્ટનર મેનેજર ફોર ન્યુઝ પાર્ટનરશીપ ઈનઈન્ડીયા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ ટોપ જોબ સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિકદાક પર પોસ્ટ કરાયેલા વિવરણ મુજબ ઈકોમર્સમાટે ગુડગાંડમાં આધારીત હશે અને તે ભારતની ઈકોમર્સ ટીમની આગેવાની કરશે. અને ઈ કોમર્સ વર્ટીકલ કંપનીના મુદ્રીકરણનું સંચાલન કરશે.
ક્રિએટીવ જોબ માટે ઉમેદવાર સર્જનાત્મક કામના અનુભવી હોવા જરૂરી છે. તે સાથે જ અસરકારક માર્કેટીંગ ઝુંબેશ પણ ચલાવી શકે તેવા કુશળ ઉમેદવાર હોવા જોઈએ.
ફેસબુક ભારતમાં ૨૫ કરોડથી વધુ વપરાશકર્તાઓ ધરાવે છે. ફેસબુક ઈન્ડીયાના હેડ કવાર્ટર ગુડગાંડમાં આ ટોપજોબ અંગેની જાહેરાત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ફેસબુકમાં ટોપના કર્મચારીઓની ખાલી જગ્યા પર કામ કરવા ઈચ્છતા ઉમેદવાર ટેકનોલોજીથી સજજ, અને સોશ્યલ મીડીયામાં એક નવી સ્ટ્રેટજી બનાવી વેપાર કરી શકે તેવા ઉમદા ઉમેદવારની જરૂર છે.